ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahmedabad Priest Killers Arrested : પૂજારીની હત્યા કરનાર બંને આરોપીની ધરપકડ કરતી પોલીસ - અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ 2022

અમદાવાદના કૃષ્ણનગરમાં પૂજારીની હત્યાના કેસમાં બંને આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ (Ahmedabad Priest Killers Arrested) રવિવારે રાતે બળીયાદેવ મંદિરના પૂજારીની હત્યા (Ahmedabad Crime News 2022) કરી હતી.

Ahmedabad Priest Killers Arrested : પૂજારીની હત્યા કરનાર બંને આરોપીની ધરપકડ કરતી પોલીસ
Ahmedabad Priest Killers Arrested : પૂજારીની હત્યા કરનાર બંને આરોપીની ધરપકડ કરતી પોલીસ

By

Published : Jan 4, 2022, 8:36 PM IST

અમદાવાદઃ શહેરના ઝોન - ૪ કૃષ્ણનગર પાસેની જી.ડી. હાઈસ્કૂલ પાસે બળીયાદેવના મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા યુવાનની રવિવારે રાતે તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા ઝીકી હત્યા (Ahmedabad Crime News 2022)કરવામાં આવી હતી. પૂજારીની હત્યા કરનાર બંને આરોપીની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ (Ahmedabad Priest Killers Arrested) કરી હતી. જો કે બેમાંથી એક હત્યારો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

કૃષ્ણનગરના બળીયાદેવ મંદિરના પૂજારીની હત્યાના આરોપીઓની ધરપકડ

પૂજારી અન્ય જગ્યાએ સિક્યોરિટી ગાર્ડ તરીકે પણ કામ કરતાં હતાં

કઠવાડામાં રહેતા આશિષ ગોસ્વામી બળીયાદેવ મંદિરમાં સેવાપૂજા કરતાં હતાં. આ સાથે આશિષ ગોસ્વામી મંદિરની સામે આવેલી એસ્ટેટમાં સિકયોરીટી ગાર્ડ તરીકે પણ નોકરી પણ કરતાં હતાં. રવિવારે રાતે આશિષ ગોસ્વામી એસ્ટેટ ખાતે ફરજ ઉપર હાજર હતાં ત્યારે 2 યુવાનો ત્યાં નશાની હાલતમાં આવ્યા હતાં. જેથી આશિષ ગોસ્વામી બંને યુવાનોને સમજાવવા ત્યાં ગયાં હતાં. આરોપી કમલેશ ખુમાડ અને મનીષ સાગઠીયા (Ahmedabad Police Arrest Murder Accused) બંને એસ્ટેટમાં જવા માટે બીજા સિકયોરીટી ગાર્ડ સાથે માથાકુટ કરી રહ્યાં હતાં જેમાં આહત્યાનો બનાવ બન્યો હતો.

આ પણ વાંચોઃ Murder Case in Mehsana : પોલીસે અજાણી યુવતીની હત્યાનો ભેદ ઉકેલ્યો, માતાના પ્રેમીએ કરી હતી હત્યા

એક આરોપી પણ ઇજાગ્રસ્ત થયો હતો

ગુસ્સે થયેલા બંને યુવાનોએ આશિષ ગોસ્વામીને ચપ્પા - છરાના સંખ્યાબંધ ઘા મારી દીધાં (Ahmedabad Crime News 2022) હતાં. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આશિષ ગોસ્વામીનું સ્થળ પર જ મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ આવી પહોંચી હતી. પોલીસ દ્વારા ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો અને બીજાને ઝડપી લીધો હતો. જ્યારે બીજી બાજુ આશિષ ગોસ્વામીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ બંને આરોપીઓને કૃષ્ણનગર પોલીસે ધરપકડ (Ahmedabad Priest Killers Arrested) કરી લીધેલી છે.

આ પણ વાંચોઃ Murder Case In Ahmedabad : અમદાવાદમાં મંદિરના પૂજારીની કરાઈ હત્યા, સામાન્ય બાબતોમાં થઈ હતી માથાકૂટ

ABOUT THE AUTHOR

...view details