ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં હાથરસ ઘટનાને લઈ કોંગ્રેસની પ્રતિકાર રેલી, શરૂ થાય તે પહેલા જ પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયત - gandhinagarpolice

અમદાવાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા બુધવારે હાથરસની ઘટનાના વિરોધમાં પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના પગલે એક બાદ એક કોંગ્રેસી નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે. જોકે, અટકાયત થયા બાદ પ્રમુખ અમિત ચાવડાને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન તરફ લઈ જતા રસ્તામાં પોલીસ ગાડીમાંથી નીચે ઉતરી ફરી વિરોધ નોંધાવ્યો હતો.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Oct 8, 2020, 7:44 AM IST

અમદાવાદ : શહેરમાં કોંગ્રેસ દ્વારા આજે હાથરસની ઘટનાના વિરોધમાં પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના પગલે એક બાદ એક કોંગ્રેસી નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે. જોકે અટકાયત થયા બાદ પ્રમુખ અમિત ચાવડાને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન તરફ લઈ જતા રસ્તામાં પોલીસ ગાડીમાંથી નીચે ઉતરી ફરી વિરોધ નોંધાવ્યો હતો.

રેલીમાં મોટી સંખ્યામાં કોગ્રેસના કાર્યકર્તાઓ બેનર લઈને કોંગ્રેસ કાર્યાલયમાંથી બહાર નીકળ્યા હતા. કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ જેમ જેમ કાર્યકર્તાઓ આગળ વધતા ગયા તેમ તેમ પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. પોલીસે રેલી નીકળે તે પહેલા જ રેલીમાં ભંગ પાડ્યો હતો.

અમદાવાદમાં કોંગ્રેસની પ્રતિકાર રેલી શરૂ થાય તે પહેલા પોલીસે કરી કાર્યકર્તા અને નેતોની અટકાયત

પ્રતિકાર રેલીને મંજૂરી આપવામાં આવી નથી. છતાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. તેથી પોલીસ દ્વારા અટકાયતી પગલા લેવાયા હતા. જે પણ નેતાઓએ રેલીની આગેવાની કરી છે તેમની અટકાયત કરાઈ છે. કોવિડને કારણે કોઈ પણ વ્યક્તિને ટોળાશાહીમાં એકઠા થવાની મંજૂરી અપાતી નથી. તેથી અટકાયત કરવામાં આવી હતી.

  • પ્રતિકાર રેલીને મંજૂરી ન હોવાંથી અટકાયતનો દોર શરૂ
  • શશિકાંત પટેલ, દિનેશ શર્મા સહિતના કાર્યકર્તાઓની અટકાયત
  • કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની અટકાયત
  • 200થી વધુુ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
  • હાથરસની પીડિતાને ન્યાય મળે તે માટે કૂચ : અમિત ચાવડા
  • MLA ગ્યાસુદ્દીન શેખ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત
  • કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રેલીમાં જોડાયાં
  • શહેર કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય નૌશાદ સોલંકીની અટકાયત
  • કોચરબ આશ્રમ નજીક કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
  • ટાઉનહોલ ચાર રસ્તા પોલીસ છાવણીમાં ફેરવાયું
  • પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ
  • ઇમરાન ખેડાવાલાને નજરકેદ કરાયા
  • મુખ્યપ્રધાન રાજીનામું આપે – નૌશાદ સોલંકી

કોંગ્રેસના કાર્યકરોની અટકાયત મામલે નૌશાદ સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું કે, સરકારનો અમારી રેલીને અટકાવવાનો પ્રયાસ નિંદનીય છે. ગાંધીજીની પ્રતિમાને વંદન પણ ન કરવા દીધા. ગુજરાત પોલીસ ઉત્તર પ્રદેશના રાહે જઈ રહી છે. આજનો દિવસ કાળો દિવસ છે. આ હવે ગાંધીજીનું ગુજરાત રહ્યું નથી. મુખ્યપ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ.

મહત્વનું છે કે હાથરસ ઘટનાના પડઘા દેશમાં છેક ગુજરાત સુધી પડ્યાં છે. ત્યારે અમદાવાદમાં આજે પીડિતાના પરિવારને ન્યાય મળે તે આશયથી કોંગ્રેસના કાર્યકરોએ શહેરમાં કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી પ્રતિકાર રેલી યોજી હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના 200થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, દાણીલીમડાના MLA શૈલેષ પરમારની અટકાયત કરવામાં આવી છે. હાર્દિકની ધ્રાંગધ્રાના જૂના કેસમાં તેમના નિવાસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના વિધાનસભ્ય ઇમરાન ખેડાવાલાને પણ તેમના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યાં છે. MLA જિજ્ઞેશ મેવાણીને પણ નજરકેદ કરાયા છે.

હાથરસના કાંડને લઈ શહેરમાં કોચરબ આશ્રમથી લઇને સાબરમતી આશ્રમ સુધી પ્રતિકાર રેલીનું આયોજન કરાયું છે. જેને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોચરબ આશ્રમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઘટનાના વિરોધમાં મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. જોકે આ પ્રતિકાર રેલીની પોલીસે મંજૂરી આપી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details