અમદાવાદઃ શહેરમાં 1 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા (Ahmedabad Jagannath Rathyatra 2022) યોજાશે. ત્યારે પોલીસે રથયાત્રા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. જ્યારે આધૂનિક હથિયારો, GPS સિસ્ટમ, CCTV કેમેરા અને ડ્રોન દ્વારા તો કંટ્રોલ રૂમ સતત સર્વેલન્સ રાખશે. જોકે, આ વખતે પેરા મોટર દ્વારા પણ અમદાવાદ પોલીસ આકાશમાંથી રથયાત્રા સહિત તેના માર્ગો ઉપર નજર (Ahmedabad Police Action Plan for Rathyatra) રાખશે. આ પેરા મોટરમાં 2 વ્યકિત બેસી શકે તેવી વ્યવસ્થા છે. અમદાવાદ પોલીસ પેરામોટર મગાવી (Para Motor use in Rathyatra) લીધી છે, જેને ઘણા લોકો ફલાઈંગ મશીન તરીકે પણ ઓળખે છે.
ભગવાન જગન્નાથજીનું મંદિર ફેરવાયું પોલીસ છાવણીમાં રથયાત્રામાં લોખંડી બંદોબસ્ત -રથયાત્રામાં (Ahmedabad Jagannath Rathyatra 2022) 25,000થી વધુ પોલીસ તહેનાતમાં રહેશે. તેમાં 8 DG/IG, 30 SP, ACP, SRP અને CRPFની 68 કંપનીનો સમાવેશ થાય છે. આજથી (28 જૂન) તમામ પોલીસ રથયાત્રાની તૈયારીમાં લાગી છે. અમદાવાદ પોલીસ દ્વારા ખૂબ ઝિણવટપૂર્વક રથયાત્રાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં (Tight police arrangements for the rathyatra) આવી છે. તો ક્રાઈમબ્રાન્ચ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અને જરૂરી સૂચના પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો-આ રીતે નીકળશે રથયાત્રા, જાણો શું છે રોડ મેપ
ગૃહ રાજ્યપ્રધાને અગાઉ કરી હતી બેઠક - ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને (Ahmedabad Jagannath Rathyatra 2022) હવે ગણતરીના દિવસો બાકી છે. તેના ભાગરૂપે થોડા દિવસ અગાઉ અમદાવાદ પોલીસ અને રાજ્ય ગૃહ રાજ્યપ્રધાનની સુરક્ષા સમીક્ષા અંગે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં બઠક યોજાઈ હતી. તેમાં રથયાત્રાના રૂટના તમામ ઝોનના DCP, શહેર પોલીસ કમિશનર, ક્રાઈમબ્રાન્ચના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો-Bhagvan Jagannath Rathyatra : મંદિર ટ્રસ્ટી સાથેની ખાસ વાતચીતમાં જાણો આ રથયાત્રાનું અવનવું
રથયાત્રામાં કરાશે ટેકનોલોજીનો ઉપયોગ -આ વર્ષે યોજાનારી રથયાત્રામાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ (Use of Technologies in Rathyatra) કરવામાં આવશે. જેમાં બોડી ઓન કેમેરા, ડ્રોન, ફેસ ડિટેક્શન કેમેરા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની લાઈવ ફિડ કન્ટ્રોલ રૂમમાં જશે. તો અલગ અલગ જગ્યા પર ફેસ ડિટેકશન કેમેરા લગાવવામાં આવ્યા છે. જો કોઈ ગુનેગારો રૂટ પરથી પસાર થશે તો ફેસ ડિટેકશન માધ્યમથી તેની જાણકારી કન્ટ્રોલ રૂમમાં મળી જશે. આ ઉપરાંત રૂટ પર આવતા ઘરના ધાબા પર બાયનોક્યૂલર સાથે પણ પોલીસ તહેનાત રહેશે. જોકે, રથયાત્રાની સુરક્ષા બાબતે આઈબી તરફથી હજી સુધી કોઈ એલર્ટ મળ્યું નથી.
2 વર્ષ પછી જગતના નાથ નીકળશે નગરચર્યાએ- આખરે 2 વર્ષ બાદ આ રથયાત્રામાં (Ahmedabad Jagannath Rathyatra 2022) ભક્તોને દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. આના કારણે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રાના દર્શન કરવા માટે આવી શકે છે. આ દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે, આ પૂર્વે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટના તમામ સ્થળોએ કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તે દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનરથી લઈને અમદાવાદ શહેરના તમામ PI હાજર રહ્યા હતા.