ગુજરાત

gujarat

ETV Bharat / city

નવરાત્રિને લઈ અમદાવાદ પોલીસનો સ્પેશિયલ પ્લાન, પાર્ટી પ્લોટ પાર્કિંગ અને સુરક્ષા વિશે આયોજન - Vehicle parking in Party Plots for Navratri

નવરાત્રી (Navratri 2022) ના પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે. કોરોનાકાળ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રી ઉજવણી થવાની છે. ત્યારે નાગરિકોની સુવિધા અને સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિશેષ આયોજન ( Ahmedabad police special plan ) કરવામાં આવ્યું છે. નવરાત્રીમાં પાર્ટી પ્લોટ પાર્કિંગ ( Vehicle parking in Party Plots for Navratri ) અને ક્લબોમાં યોજાતા ગરબાને લઈને જાણો વિગતો.

નવરાત્રિને લઈ અમદાવાદ પોલીસનો સ્પેશિયલ પ્લાન, પાર્ટી પ્લોટ પાર્કિંગ અને સુરક્ષા વિશે આયોજન
નવરાત્રિને લઈ અમદાવાદ પોલીસનો સ્પેશિયલ પ્લાન, પાર્ટી પ્લોટ પાર્કિંગ અને સુરક્ષા વિશે આયોજન

By

Published : Sep 23, 2022, 10:05 PM IST

અમદાવાદમહત્વનું છે કે અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે રહીને નવરાત્રીના (Navratri 2022) દિવસોમાં રાતના સમયે સ્ટ્રીટ લાઈટ અને શેરીઓની લાઈટ ચાલુ રહે તે માટેનું આયોજન ( Ahmedabad police special plan ) કરવામાં આવ્યું છે. સાથે જ આ વર્ષે એસજી હાઇવે પણ વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે.

રોડ પર વાહનો પાર્ક કરાશે તો તેના માટે ટોઈંગ વાન તૈયાર

પાર્ટી પ્લોટોમાં વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા બે વર્ષ બાદ થનારી નવરાત્રી (Navratri 2022) ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો પાર્ટી પ્લોટમાં પણ ગરબે ઘૂમવા જશે. ત્યારે આવનારા તમામ ખેલૈયાઓ માટે પાર્ટી પ્લોટોમાં વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ( Vehicle parking in Party Plots for Navratri )થાય અને ખેલૈયાઓને કોઈપણ પ્રકારે ખલેલ ન પડે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.જોકે રોડ પર વાહનો પાર્ક કરાશે તો તેના માટે ટોઈંગ વાન ( Ahmedabad police special plan ) અલગ અલગ વિસ્તારમાં ફરતી રાખવામાં આવશે.

અમદાવાદમાં સિટી સર્વેલન્સ રખાશે અમદાવાદ શહેર પોલીસ આ વખતે નવરાત્રી (Navratri 2022) માં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ (City Surveillance in Ahmedabad ) કરવાની છે, જેમાં ખાસ કરીને બોડીવોન કેમેરા તેમજ ઇન્ટરસેપ્ટર અને સ્પીડ ગનની સાથોસાથ બ્રિથ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરશે. રાત્રિના સમયે શહેરના મહત્વના ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખવામાં આવશે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય સાથે જ અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરાયેલી ખાસ શી ટીમ અલગ અલગ જગ્યાઓ પર સિવિલ ડ્રેસમાં તેમજ ટ્રેડિશનલ કપડામાં સત્ય થઈને રોમિયોગીરી કરતા શખ્સોને ઝડપી કાયદાનો પાઠ ( Ahmedabad police special plan ) ભણાવશે.

ઇમર્જન્સી વાહનો પસાર કરવા ધ્યાન અપાયુંઅમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City police ) દ્વારા તમામ શેરી ગરબાના (Navratri 2022) આયોજકોને પણ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમ જ ઇમર્જન્સી વાહનો પસાર થઈ શકે તે પ્રકારે રસ્તા ખુલ્લા રાખવાની અપીલ કરવામાં આવી છે. તેમજ પીએમ મોદી જીએમડીસી વાઇબ્રન્ટ ગરબામાં ( PM Modi at GMDC Vibrant Garba ) મા અંબાના દર્શન કરવા આવનારા હોવાથી ત્યાં પણ ખાસ બંદોબસ્ત ( Ahmedabad police special plan ) ગોઠવવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details