- અમદાવાદ પોલીસને મળી 400 અરજી
- લગ્નની પરવાનગી માટે 5 દિવસમાં મળી 400 અરજી
- તમામ અરજીને પરવાનગી આપવામાં આવી
- 21થી 25 નવેમ્બર સુધી મળી 400 અરજી
અમદાવાદઃ કોઈ પણ સ્થળે લગ્ન પ્રસંગ હશે તો તે તમામ લોકોએ હવે સ્થાનિક પોલીસ પાસેથી મંજૂરી લેવાની રહેશે. આ નિર્ણય બાદ 21થી 25 નવેમ્બર સુધીમાં જ અમદાવાદ પોલીસને 400 અજી મળી છે. પોલીસે તમામ અરજીને તપાસીને પરવાનગી પણ આપી છે. સૌથી વધુ અરજી હાઈવે નજીકના વિસ્તારમાં મળી છે જેમ કે, સોલા, નરોડા, નિકોલ વગેરે.
જરૂર જણાશે તો પોલીસ તપાસ પણ કરશે
પોલીસ દ્વારા લગ્ન માટે 100 માણસની પરવાનગી તો આપવામાં આવે છે, પરંતુ જ્યાં જરૂર જણાય ત્યાં પોલીસ દ્વારા રૂબરૂ જઈને સ્થળ પર જઈને તપાસ કરવામાં આવે છે. હાલ તો તમામ જગ્યાએ મંજૂરી આપવામાં આવે છે, પરંતુ વધુ લોકો ભેગા થાય તો પોલીસ પરવાનગી રદ કરી શકે છે તેવું કંટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું..