- એસ. જી. હાઈવે પર ટ્રાફિક જવાનોએ ટ્રાફિક સપ્તાહની કરી ઉજવણી
- માર્ગ સલામતી સપ્તાહના બેનર્સ અને પોસ્ટર્સ સાથે જોવા મળી ટ્રાફિક પોલીસ
- ટ્રાફિક નિયમન માટે પૂરતો સ્ટાફ અને સ્વયં શિસ્તની જરૂરઃ ટ્રાફિક પોલીસ
અમદાવાદઃ શહેરના એસ. જી. હાઈવે પર આવેલા પકવાન ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ, ટીઆરબી, હોમગાર્ડઝના જવાનો માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર ઊભેલા જોવા મળ્યા હતા.
વાહનચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની જરૂર
હાઈવે પર ઊભેલા ટ્રાફિક શાખા સાથે સંકળાયેલા કર્મચારીઓ હાથમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરો, સલામત રહો, નશો કરી વાહન ન ચલાવો, સીટ બેલ્ટ અવશ્ય પહેરો, હેલમેટ અવશ્ય પહેરો જેવા પ્લે કાર્ડ, બેનર્સ, પોસ્ટર્સ સાથે ઊભા રહ્યા હતા. ટ્રાફિક પોલીસના કર્મચારી મહેશ મુંધવાએ કહ્યું હતું કે, અમે વાહનચાલકોને વાહન ધીરે ચલાવવા તેમ જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહીએ. હેલમેટ અને સીટ બેલ્ટના ફાયદા પણ જણાવીએ છીએ.