- ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ શહેર પોલીસ સતર્ક
- ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવશે
- રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વિસર્જન કરવા જાય તેવી સલાહ આપી
અમદાવાદ: કોરોના મહામારીના કારણે ગયા વર્ષે ગણેશ મહોસ્તવ ઉજવા માટે પરવાનગી આપી ન હતી પરંતુ આ વર્ષે સરકારે તમામ ગાઇડલાઇન સાથે ઉજવણી કરવા માટે પરવાનગી આપી છે. તો રવિવારે અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન છે. જેના કારણે આવતીકાલે પોલીસ દ્વારા ઠેર ઠેર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવશે. જેમાં ટોટલ 740 જેટલા ગણેશ પંડાલ લગાડવામાં આવ્યા હતા. શહેરમાં 180 જેટલા ગણેશ સાર્વજનિક કુંડમાં વિસર્જન કરવામાં આવશે. શહેર પોલીસની જાહેર જનતાને અપીલ છે કે શક્ય હોય ત્યાં સુધી ગણેશ સ્થાપન જ્યાં કરવામાં આવ્યું છે ત્યાં અથવા તો તેની આસપાસ જ ગણેશ વિસર્જન કરવામાં આવે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વિસર્જન કરવા જાય તેવી સલાહ છે.
અમદાવાદ પોલીસ ગણેશ વિસર્જનને લઈને સતર્ક શહેર પોલીસની અપીલ કે શહેરીજનો સાથ સહકાર આપે
ગણેશ વિસર્જન દરમ્યાન 13 જેટલા DCP, 20 ACP, 70 PI, 265 PSI, 5700 જેટલા કોન્સ્ટેબલરી સ્ટાફ, SRP ની 3 કંપની, RAF ની 2 કંપની પેટ્રોલિંગમાં હાજર રહેશે. આ સાથે જ એક કંપની શહેરના પૂર્વ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે અને બીજી કંપની શહેરના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે અને 3700 હોમગાર્ડ તૈનાત રાખવામાં આવશે. જેમાં 52 જેટલા વિસર્જન કુંડ પણ બનાવામાં આવ્યા છે. તેમાં લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટોટલ 740 જેટલા ગણેશ પંડાલ લગાડવામાં આવશે. શહેર પોલીસની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, શક્ય હોય ત્યાં સુધી ગણેશ સ્થાપન જ્યાં કરવામાં આવ્યું છે. ત્યાં અથવા તો તેની આસપાસ જ ગણેશ વિસર્જન કરવામાં આવે છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વિસર્જન કરવા જાય તેવી સલાહ આપવામાં આવી છે. પોલીસની અપીલ છે કે શહેરીજનો કાલે તેમને સાથ સહકાર આપે અને તમામ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે.