ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ : કરફ્યૂ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ, જાણો ક્યાં નિયમોનું પાલન કરવું પડશે?

દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા બે દિવસ માટે કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ બે દિવસના કરફ્યૂ દરમિયાન લોકોએ ઘણા નિયમોનું પાલન કરવાનું રહેશે. આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે જાણો શું છે અમદાવાદ પોલીસનું જાહેરનામું...?

curfew notification
curfew notification

By

Published : Nov 21, 2020, 3:18 AM IST

  • કરફ્યૂને લઈને અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું
  • કરફ્યૂ દરમિયાન કરવું પડશે નિયમોનું પાલન
  • નિયમ ભંગ કરનારા લોકો સામે થશે કડક કાર્યવાહી

અમદાવાદ : શહેરમાં કોરોના સંક્રમણ વધતા બે દિવસ માટે કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ બે દિવસના કરફ્યૂ દરમિયાન ઘણા નિયમોનું પાલન કરવાનું રહેશે. જે અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

કરફ્યૂ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ, જાણો ક્યાં નિયમોનું પાલન કરવું પડશે?

શુ છે અમદાવાદ પોલીસનું જાહેરનામું?

  • શુક્રવાર રાતના 9 કલાકથી સોમવાર સવારે 6 કલાક સુધી સમગ્ર શહેરમાં કરફ્યૂ
  • કોઈપણ નાગરિક ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં
  • વાહનોની અવરજવર પર પ્રતિબંધ
  • લગ્ન બાબતે સ્થાનિક પોલીસ આપશે મંજૂરી
  • અંતિમ સંસ્કારમાં માત્ર 20 વ્યક્તિઓને જવાની મંજૂરી
  • દુધ અને દવાનું વિતરણ ચાલુ રહેશે
  • રેલવે અને એરપોર્ટ પર ટેક્સી સેવાને મંજૂરી, પરંતુ ટિકિટ ફરજિયાત સાથે રાખવી પડશે
  • ATM અને રોકડ વ્યવસાયન એજન્સી ચાલુ રહેશે
  • બે દિવસમાં યોજાવવાની પરીક્ષાના વિદ્યાર્થીઓ ID કાર્ડ સાથે ફરજિયાત રાખવું પડશે
  • ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને પણ અવરજવર
  • પોલીસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનારા વ્યક્તિ અવરજવર કરી શકશે
  • તમામ પ્રકારના માલસામાનના પરિવહનની મંજૂરી
  • તમામ છૂટછાટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવાનું રહેશે
  • પેટ્રોલ પંપ અને તેને લગતી સેવાઓ ચાલુ રહેશે
  • પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનારા સામે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધાશે

લગ્નને લઈને કેવી રીતે મળશે મંજરી?

2 દિવસનું કરફ્યૂ જાહેર થતા 2 દિવસમાં યોજવનારા લગ્નને બાબતે ચિંતા હતી. ત્યારે તેને લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક પોલીસની મંજૂરી મેળવીને લગ્ન પ્રસંગ થઈ શકશે. સ્થાનિક પોલીસ જગ્યાના આધારે કેટલા લોકો રાખવા તે નક્કી કરશે.

કેટલી પોલીસ રહેશે બંદોબસ્તમાં?

  • DCP - 11
  • ACP - 32
  • PI - 57
  • PSI - 215
  • પોલીસકર્મીઓ - 7000
  • હોમગાર્ડ - 2635

તમામ પોલીસકર્મીઓ 2 સિફ્ટમાં કામ કરશે અને સેકટર-1 JCP રાજેન્દ્ર અસારી દ્વારા તમામનું સુપરવિઝન કરવામાં આવશે. 2 દિવસના કરફ્યૂ દરમિયાન પોલીસે પણ લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે અને પોલીસને સાથ સહકાર આપવા વિનંતી કરી છે.પોલીસ તરફથી પણ જરૂરી કારણોમાં લોકોને સહયોગ મળશે, તેવી બાંહેધરી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details