- હોળી-ધુળેટીની લઇને અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું
- 9 વાગ્યા સુધી હોલિકા દહન પૂર્ણ કરવું
- માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઉજવણી નહીં કરી શકાય
આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હોળીના તહેવારને લઇ અગત્યની માર્ગદર્શિકા પાડી બહાર
અમદાવાદઃ કોરોના સંક્રમણ વધતા રાજ્યમાં હોળી ઉજવવા ઉપર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નરે શહેરમાં ધુળેટીની ઉજવણી અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ મામલે DCP ડૉક્ટર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં 200થી વધુ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે ત્યારે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ હોળી-ધુળેટીનો તહેવાર નહીં ઉજવી શકાય. જો કોઇ આ તહેવાર ઉજવવાનો પ્રયાસ કરશે કે ઉજવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામા અંતર્ગત હોળી પ્રગટાવવાની છૂટ આપવામાં આવી છે પરંતુ તેની પ્રદક્ષિણા કરવાની સાથે હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકત્રિત ન થાય અને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા માટે પોલીસે જણાવ્યું છે.
પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે