ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદીઓ ચેતી જજો..! શહેરમાં વાહન પર હીરોગીરી કરનારાઓની હવે ખેર નહીં

અમદાવાદ શહેર પોલીસે વાહન ચાલકોને લઈને (Ahmedabad Police Drive) ડ્રાઈવ યોજી છે. જેમાં રોડ પર કાર પર ડાર્ક ફિલ્મ લગાવેલા વાહનો તેમજ મોટર સાયકલ પર મોડીફાઈડ જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. જો આ પ્રકારે વાહન ચાલક પાસે કૃત્ય દેખાશે તો કેટલો દંડ ભરતો પડશે જૂઓ...

અમદાવાદીઓ ચેતી જજો..! શહેરમાં વાહન પર હીરોગીરી કરનારાઓની હવે ખેર નહીં
અમદાવાદીઓ ચેતી જજો..! શહેરમાં વાહન પર હીરોગીરી કરનારાઓની હવે ખેર નહીં

By

Published : May 7, 2022, 1:22 PM IST

અમદાવાદ :અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિક અવેરનેસ માટે વિવિધ ડ્રાઈવ (Traffic Awareness Drive) યોજવામાં આવે છે. ત્યારે 6થી 12 મે સુધી ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડાર્ક ફિલ્મ લગાવેલા (Car Dark Film Glass Penalty) વાહન ચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. તેમજ મોડીફાઈડ સાયલેન્સર લગાવેલી મોટર સાયકલ ચાલક વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

આ પણ વાંચો :હાશ...! અમદાવાદવાસીઓ કાળજા બફાવતી ગરમીમાં હવે રાહતનો શ્વાસ લઈ શકશે...

ચેતી જજો -ફોર વ્હીલરમાં કાચ પર ડાર્ક ફિલ્મ લગાવનાર અને ટુ વ્હીલરમાં મોડીફાઇડ સાયલેન્સર (Two Wheeler Modified Silencer Penalty) લગાવનાર વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઈવ યોજી દંડ કરવામાં આવશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ (Ahmedabad Police Drive) દ્વારા જાહેરનામા દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે. તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનને આ અંગે સૂચના આપવામાં આવી છે. જેથી ટ્રાફિકના તમામ પોઇન્ટ પર આ મામલે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામા યોજાશે. વાહન ચાલકોને દંડ તેમજ અન્ય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :Traffic Police: 2018થી 2021 દરમિયાન ગેરકાયદેસર પાર્કિંગ કરવા બદલ કુલ 7,44,425 કેસ નોંધાયા

કેટલો દંડ ભરવો પડશે -ત્યારે આ શરૂ થયેલી ડ્રાઈવમાં બ્લેક ફિલ્મ લગાવનાર તેમજ મોડીફાઇડ સાયલન્સર ધરાવનાર પાસેથી 500 થી 1000 દંડ વસુલવામાં આવશે. મળતી માહિતી મુજબ 12 મે સુધી આ ડ્રાઈવમાં (Ahmedabad Police Action Against Driver) અનેક વાહનચાલકો સામે કાર્યવાહી કરાશે. આ ઉપરાંત અમદાવાદ પોલીસ દ્વારા ગરમીમાં રાહત આપતો નિર્ણય લીધો છે. કાળા તડકાને લઈને બપોરે થોડા સમય માટે શહેરના કેટલાક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય પણ સામે આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details