- અમદાવાદ પોલીસ કમિશ્નરે 16 PI ની આંતરિક બદલી કરી
- તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય તે માટે કરાઈ બદલી
- આગામી સમયમાં બીજા PI ની પણ બદલી થવાની શકયતા
અમદાવાદ: શહેરમાં 16 PI ની આંતરિક બદલી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી શહેરના રામોલ, ગા. હવેલી ઓઢવ જેવા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ તરીકે ચાલતા હતા, તેની સામે 8 થી 9 PI લિવ રિઝર્વ હતા. જેમાંથી પાલડીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને વિશેષ શાખાના PI તરીકે નિમણૂંક આપી છે. તો અમરાઈવાડીના PI ને સેટેલાઇટ- 1 માં મૂકવામાં આવ્યા છે.
અમદાવાદ પોલીસ કમિશ્નરે 16 PI ની કરી આંતરિક બદલીઓ લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર મનાવે તે માટે પોલીસ એક્શન મોડમાં
હવે શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે તહેવાર દરમિયાન લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 16 PI ની આંતરિક બદલી કરી છે. જેમાં ઇન્ચાર્જ તરીકે ચાલતા પોલીસ સ્ટેશનમાં રેગ્યુલર PI તરીકે મૂક્યાં છે. જેમાં વાડજ PI ને SOGમાં મૂકવામાં આવ્યા છે. હવે તહેવારોને લઈને શહેરમાં કોઈ પણ પ્રકારની અનિચનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક થઈ છે. લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર મનાવે તે માટે પોલીસ એક્શન મોડમાં આવી છે.
આ પણ વાંચો: તહેવારોને લઈને અમદાવાદ પોલીસ સતર્ક, બજારોમાં ખાનગી ડ્રેસમાં પોલીસ રહેશે તૈનાત
આ પણ વાંચો: અમદાવાદ પોલીસ ગણેશ વિસર્જનને લઈને સતર્ક, વિસર્જન માટે નિયમો બનાવ્યા