ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ પોલીસ સીસીટીવી ને લઈ કમિશનરનું જાહરનામું, ભંગ કરનાર સામે થશે કાર્યવાહી - Police Commissioner

આગામી દિવસોમાં તહેવારોને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં તમામ જાહેર સ્થળો પર આવેલી દુકાન, મોલ, મલ્ટીપ્લેક્ષ સહિત તમામ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા ફરજીયાત લગાવવા જણાવવામાં આવ્યું છે.

ETVBharat
ETVBharat

By

Published : Oct 13, 2020, 2:30 PM IST

અમદાવાદ: નવરાત્રિ તથા દિવાળીના તહેવારોને લાઈને ગુપ્તચર એજન્સીઓ દ્વારા ગુજરાતમાં આતંકી સંગઠનો દ્વારા ખતરાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત ભૂતકાળમાં આતંકવાદી તત્વો દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ લૂંટ,ધાડ જેવા ગુના બને ત્યારે જાહેર સ્થળોએ લગાવેલા સીસીટીવી કેમેરા ગુનાઓના નિવારણ માટે ઉપયોગી છે.

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડ્યું

આ તમામ બાબતોને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હોટલ ,રેસ્ટોરેન્ટ, લોજ, ધર્મશાળા,પેટ્રોલપંપ,ટોલ પ્લાઝા, બહુમાળી બિલ્ડીંગ પર ફરજીયાત સીસીટીવી લગાવવાના રહેશે.

પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાને લઈને અલગ અલગ જગ્યાઓ પર તપાસ પણ કરવામાં આવશે. જ્યાં પણ કેમેરા નહીં લગાવવામાં આવ્યા હોય ત્યાં પોલીસ દ્વારા સૂચના પણ આપવામાં આવશે. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details