ગુજરાત

gujarat

ETV Bharat / city

ETVના અહેવાલ બાદ પોલીસની સુરક્ષા બાબતે તંત્ર એક્શનમાં, અમદાવાદ પોલીસ કમિશ્નરે કરી સ્પષ્ટતા

ETV bharat દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેનું નામ “અમદાવાદમાં કોરોના સામે જંગ લડી રહેલી પોલીસ કેટલી સુરક્ષિત” કારણકે કોરોના સામે જંગ લડી રહેલી પોલીસ અસુરક્ષિત મહેસુસ કરી રહી હતી અને જેને લઈ સરકાર સુધી અવાજ પહોંચાડવો પણ ખુબ જ જરૂરી હતો. જેના માટે થઈ ETV Bharatએ અહેવાલ પ્રકાશિત કર્યો અને ત્યારબાદ આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધતા સ્પષ્ટતા કરી હતી.

Ahmedabad Police Commissioner clarified in police security following ETV report
ETVના અહેવાલ બાદ પોલીસની સુરક્ષા બાબતે તંત્ર એક્શનમાં, અમદાવાદ પોલીસ કમિશ્નરે કરી સ્પષ્ટતા

By

Published : Apr 19, 2020, 9:48 PM IST

અમદાવાદઃ ETV bharat દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેનું નામ “અમદાવાદમાં કોરોના સામે જંગ લડી રહેલી પોલીસ કેટલી સુરક્ષિત” કારણકે કોરોના સામે જંગ લડી રહેલી પોલીસ અસુરક્ષિત મહેસુસ કરી રહી હતી અને જેને લઈ સરકાર સુધી અવાજ પહોંચાડવો પણ ખુબ જ જરૂરી હતો. જેના માટે થઈ ETV Bharatએ અહેવાલ પ્રકાશિત કર્યો અને ત્યારબાદ આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધતા સ્પષ્ટતા કરી હતી.

ETVના અહેવાલ બાદ પોલીસની સુરક્ષા બાબતે તંત્ર એક્શનમાં, અમદાવાદ પોલીસ કમિશ્નરે કરી સ્પષ્ટતા

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ સ્પષ્ટતા કરી કે, પોલીસને કોઈ પણ પ્રકારનો ટાર્ગેટ આપવામાં આવ્યો નથી. પોલીસે એક સાથે મળી હિંમતથી અને કોઈ જબરજસ્તી વગર કાયદો અને વ્યવસ્થા સાથે સલામતીની સ્થિતી જળવાય તેવી રીતે કામ કરવાનું કહેવામાં આવ્યું છે. પોલીસે જરૂર જણાય તે મુજબ કાયદાનું પાલન ન કરતા અસામાજિક તત્વો સામે જ પગલાં લેવા માટે કહેવાયું છે.

જે રીતે પોલીસ ખાતામાં એક બાદ એક કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે, જેના થઈ પોલીસ પરિવાર ચિંતામાં મુકાયો છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ દ્વારા પકડાયેલો આરોપી પણ કોરોના પોઝિટિવ આવતા ભયનો માહોલ પોલીસ જવાનોમાં છવાઈ ગયો છેે. પોલીસ બેડામાં અધિકારીઓ IPC 188 મુજબ કાર્યવાહી કરવા ટાર્ગેટ આપતા હોવાના સ્લોગન સાથે કેટલાક મેસેજ પણ વાયરલ થયા હતાં. પોલીસને IPC 188 મુજબ વધુ કેસો કરવા ફરજ પડાતી હોવાના આક્ષેપ થયા હતા. જે કેસોના ટાર્ગેટ પુરા કરવા જતા પોલીસ જવાનોમાં ચેપ ફેલાતો હોવાનો ભય પેદા થયો હતો.

આ ભયને કારણે પોલીસ બેડામાં IPC 188 પોલીસ અને તેમના પરિવારને ભરખી જશે તેવા સ્લોગન સાથે મેસેજ વાયરલ થયા હતા. આ અંગે ETV Bharatના સંવાદદાતાએ કોટ વિસ્તારના પોલીસ સ્ટેશનોની મુલાકાત લીધી હતી અને પોલીસની વ્યથા જાણી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સુધી પહોંચાડી હતી. જેને લઈ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, પોલીસને કોઈ પણ જાતનો ટાર્ગેટથી કામ કરવું નહીં, માત્ર અસામાજિક તત્વો જે બિન જરૂરી બહાર ફરી રહ્યાં હોય તેમની સામે કડક કાર્યવાહી કહેવામાં આવ્યું છે.

વધુમાં પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, પોલીસે રાજ્ય પર આવેલી આફતમાં એક સાથે મળી હિંમતથી દેશના લોકોની રક્ષા માટે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવવા અને કાયદાનું પાલન ન કરતા અસામાજીક તત્વો વિરુદ્ધ જરૂર જણાય તે મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details