અમદાવાદ :શહેરના લો ગાર્ડન આવેલ રવિશંકર આર્ટ ગેલેરી ખાતે (Ahmedabad photo journalist) અમદાવાદ ફોટો જર્નાલિસ્ટ એસોશિએશન દ્વારા એક ફોટો એક્ઝિબીશેનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવેલી 5 તસવીર એક્ઝિબિશનમાં મુકવામાં આવી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે એક્ઝિબિશન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. અમદાવાદ ફોટો જર્નાલિસ્ટ દ્વારા ગુજરાતના 31 જેટલા ફોટોગ્રાફના (best photograph 2022) બેસ્ટ ફોટોગ્રાફનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. જેમાં એક્ઝિબિશનમાં કુલ 160 જેટલા ફોટોગ્રાફ મુકવામાં આવ્યા છે.
કોવિડ ફોટોગ્રાફ આકર્ષણનું કેન્દ્રખાસ કરીને કોરોના મહામારી સમગ્ર વિશ્વને હચમચાવી મૂક્યું હતું. ત્યારે ફોટોગ્રાફના એક્ઝિબીશેનમાં કોરોના મહામારી ઉભી થયેલી પરિસ્થિતિમાં ફોટોગ્રાફ ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં આરોગ્યના હેલ્થ વર્કર, પ્રાકૃતિક સૌંદર્ય, રીત-રિવાજ, પોલીસ સ્ટાફની કામગીરી, ઓક્સિજન અછત થતા ઉભી થયેલ સમસ્યા, બહારના રાજ્યોમાંથી રોજગાર માટે આવેલા લોકોની હાલાકી આ તમામ ફોટોગ્રાફ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ પણ વાંંચોધરમપુરની 6 માસની હેત્વીએ ફોટોગ્રાફ દ્વારા સમાજને મેસેજ આપ્યો