- પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ
- જમીન પચાવી પાડવા મામલે નોધાઇ ફરિયાદ
- અત્યાર સુધી કુલ 7 ફરિયાદ નોંધાઇ
- શા માટે વધુ એક ફરિયાદ નોધાઇ?
અમદાવાદઃ બિલ્ડર રમણ પટેલ સહિત સાત શખ્સોએ છેતરપિંડીથી જમીન મેળવ્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ફરિયાદીના વારસામાં મળેલી જમીનને રેવન્યુ રેકોર્ડમાંથી ગાયબ કરી અન્ય સંસ્થાને નામે આ જમીન ચડાવી દેવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. બાદમાં જમીન પર સોમેશ્વર દર્શન ખેતી સહકારી મંડળીના નામે ચડાવી દેવામાં આવી હતી. ફરિયાદી ખોડાજી ઠાકોરને પોતાની જમીનમાં ખેતી નહીં કરી શકતા રેવન્યુ રેકોર્ડમાં પોતાના નામ અને હકો અંગે તપાસ કરાવતાં સમગ્ર હકીકતની જાણ થઇ હતી અને પોતે રેવન્યુ રેકોર્ડમાં કબજેદાર ન હોવાનું માલુમ પડયા બાદ કાયદાના જાણકાર પાસેથી હકીકત કઢાવતાં તેમની જમીનના હકદાર મેં. પઢાર એન્ડ કંપનીના ભાગીદારો દ્વારા વેચાણ ઉપર આપેલી હોવાનું સામે આવ્યું. ત્યારબાદ આ જમીનને સોમેશ્વર દર્શન સરકારી ખેતી મંડળીના નામે કરાઈ હોવાનું સામે આવ્યું. જેને પગલે ખોટી માહિતી અને નામ દાખલ કરાવવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
- વધુ એક ફરિયાદના પગલે ધરપકડની તૈયારી