અમદાવાદઃ વિરાટનગરમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના મકાન નંબર 30માંથી (Ahmedabad Murder Case) મંગળવારે રાત્રે એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જોકે, પોલીસે તપાસ કરતા ઘરનો મોભી વિનોદ મરાઠી ફરાર હતો. ત્યારે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે 48 કલાકમાં જ આરોપી વિનોદ મરાઠીને ઈન્દોરથી (Viratnagar murder case Accused arrest) ઝડપી પાડ્યો છે.
Ahmedabad Murder Case: વિરાટનગરમાં 4 લોકોની હત્યા કરનારો આરોપી વિનોદ મરાઠી ઈન્દોરથી ઝડપાયો - Viratnagar murder case Accused arrest
અમદાવાદના વિરાટનગરમાં 4 લોકોની હત્યા કરનારો આરોપી વિનોદ મરાઠીની (Ahmedabad Murder Case) ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે આરોપીને ઈન્દોરથી ઝડપી (Viratnagar murder case Accused arrest) પાડ્યો હતો.
સોસાયટીના મકાન નંબર 30માંથી મળ્યા હતા મૃતદેહ-આપને જણાવી દઈએ કે, વિરાટનગરની સોસાયટીના મકાનમાંથી સોનલ મરાઠી, પ્રગતિ મરાઠી, ગણેશ મરાઠી અને સુભદ્રા મરાઠીના મૃતદેહ મળ્યા હતા. આરોપી વિનોદ મરાઠી મહારાષ્ટ્ર કે સુરત ફરાર થયો હોવાની આશંકા હતી. જોકે, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે આરોપી વિનોદ મરાઠીને ઈન્દોરથી ઝડપી પાડ્યો (Viratnagar murder case Accused arrest) હતો.
આ પણ વાંચો-તૃષા હત્યા કેસ: સાતમાં દિવસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થાય તેવો પ્રથમ કિસ્સો
વિનોદે પહેલાં પણ કર્યો હતો હુમલો -આરોપી વિરાટ મરાઠી મહારાષ્ટ્રના બુરહાનપુરનો વતની છે. તેણે અગાઉ પણ સાસુ પર છરી વડે હુમલો કર્યો હતો, પરંતુ દીકરીનું ઘર બચાવવા સાસુએ હુમલાની વાત છૂપાવી (Viratnagar murder case Accused arrest) હતી. પત્ની પર શંકા અને આર્થિક સંકળામણને કારણે ઝઘડા થતાં હતાં. પોલીસ દ્વારા આરોપીના વતન સહિત અલગ અલગ સ્થળે શોધખોળ કરવામાં આવી હતી.