ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahmedabad Municipal Transport Service: આગામી સમયમાં અમદાવાદના લોકો કરશે ઇલેક્ટ્રિક બસની સફર - Electric bus Charging Station

અમદાવાદમાં વધતા પ્રદુષણના કારણે અમદાવાદ મ્યુન્સીપલ ટ્રાન્સપોર્ટ(Ahmedabad Municipal Transport Service) દ્વારા ઇલેક્ટ્રિક બસની શરૂઆત કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન(Electric bus Charging Station) વિકસાવવામાં આવશે. આગામી સમયમાં અમદાવાદના લોકો ઇલેક્ટ્રિક બસ પ્રવાસ કરશે.

Ahmedabad Municipal Transport Service: આગામી સમયમાં અમદાવાદના લોકો કરશે ઇલેક્ટ્રિક બસની સફર
Ahmedabad Municipal Transport Service: આગામી સમયમાં અમદાવાદના લોકો કરશે ઇલેક્ટ્રિક બસની સફર

By

Published : Apr 27, 2022, 9:32 PM IST

અમદાવાદ: ઇલેક્ટ્રિક બસનો યુગ શરૂ થયો છે. શહેરના મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ(Ahmedabad Municipal Transport Service) દ્વારા શહેરમાં વધતા જતા પ્રદુષણને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં ઇલેક્ટ્રિક બસની શરૂઆત કરવામા આવશે. જેમાં ટોરેન્ટ પાવર સાથે ચર્ચા કરીને 2.65 કરોડના ખર્ચે જમાલપુરમાં અમદાવાદ કોર્પોરેશન અને ટાટા સાથે મળીને ઇલેક્ટ્રિક ચાર્જીગ સ્ટેશન(Electric bus Charging Station) સ્થાપવામાં આવશે. આગામી સમયમાં અમદાવાદમાં ઇલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે.

અમદાવાદમાં વધતા પ્રદુષણના કારણે અમદાવાદ મ્યુન્સીપલ ટ્રાન્સપોર્ટ દ્વારા ઇલેક્ટ્રિક બસની શરૂઆત કરવામાં આવશે

આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલિકા દ્વારા માર્ચ મહિનામાં 100 ઇલેક્ટ્રિક બસ દોડતી કરવાનું આયોજન કરાયું

ઇલેક્ટ્રીક લાઈન લેવા માટે ટોરેન્ટ પાવર ટેન્ડર પાસ - અમદાવાદ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં જૂન-જુલાઈ માસ 50 નવી ઇલેક્ટ્રિક બસ(Electric bus in ahmedabad ) ટાટા કંપની પાસેથી ખરીદી કરવાનો ઓડેર(Electric bus orders to Tata company) આપવામાં આવ્યો છે. તે પહેલાં જ ઇલેક્ટ્રીક લાઈન લેવા માટે ટોરેન્ટ પાવર પાસેથી ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક ચાર્જીગ સ્ટેશન પાછળ કુલ 2 કરોડ 65 લાખ સુધીનો ખર્ચ કરવામાં આવશે. જેમાં બેઝીક ખર્ચે કોર્પોરેશન કરશે બાકીનો ખર્ચ ટાટા કંપની દ્વારા કરવામાં આવશે.

જમાલપુરમાં અમદાવાદ કોર્પોરેશન અને ટાટા સાથે મળીને ઇલેક્ટ્રિક ચાર્જીગ સ્ટેશન સ્થાપવામાં આવશે. આગામી સમયમાં અમદાવાદમાં ઇલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે.

આ પણ વાંચો:ભારત-ચીન વિવાદઃ દિલ્હી સરકારે ઇલેક્ટ્રિક બસના પાર્ટ ચીન પાસેથી ખરીદવાનો કર્યો બહિષ્કાર

છેલ્લા 3 માસમાં AMTSમાં પ્રવાસીઓ વધ્યા -છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol Diesel Price in Ahmedabad) વધતા શહેરીજનો દ્વારા પોતાના વાહન મૂકીને હવે AMTSનો પ્રવાસ કરી રહ્યા છે. જેમાં જાન્યુઆરી માસમાં દરરોજના 1.90 લાખ લોકોએ પ્રવાસ કર્યો હતો. જ્યારે ફેબ્રુઆરી માસમાં 2.53 લાખ લોકોએ અને માર્ચ માસમાં 2.93 લાખ લોકોએ પ્રવાસ કર્યો છે. જયારે એપ્રિલ માસમાં અત્યાર સુધી 3.40 લાખ લોકોએ પ્રવાસ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details