- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 8,051 કરોડ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર
- મ્યુનિસપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે રજૂ કર્યું બજેટ
- મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટ કરતા સામાન્ય બજેટમાં 576 કરોડનો વધારો
- શાસક પક્ષ દ્વારા અમદાવાદ અને રાહત આપતા કાર્યોનો બજેટમાં સમાવેશ કરાયો
- સામાન્ય વોટર કન્વર્ઝેશન અને વાહન વેરામાં નથી કર્યો વધારો
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે સોમવારે ઓનલાઈન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બજેટ રજૂ કર્યું હતું. સર્વાનુમતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021-22 માટે 8,051 કરોડ રૂપિયાનું બજેટલ મંજૂર કરવામાં આવ્યું હતું. કમિશનરે રજૂ કરેલા બજેટમાં 576 કરોડનો વધારો કરી શાસક પક્ષે સોમવારે બજેટ મંજુર કર્યું હતું તો નાગરિકોને ફાયદો થઈ શકે તે માટેની તમામ બાબતોને બજેટમાં હાલ તો ધ્યાનમાં રાખવામાં આવી છે. આ સાથે જ અમદાવાદીઓને રાહત મળે તે માટે સામાન્ય વોટર કન્વર્ઝેશન અને વાહન વેરામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. જોકે, આરોગ્યને લગતી બાબતો અંગે મોટા પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃપોરબંદર જિલ્લા પંચાયતનું 18.77 લાખની પૂરાંતવાળું બજેટ રજૂ: વિકાસના નવા કામોનો કોઈ ઉલ્લેખ નહી
થલતેજમાં સરકારી હોસ્પિટલ બનશે
થલતેજના ઝાયડસ રોડ પર 30 બેડની હોસ્પિટલ બનાવવા માટેની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, જેના માટે 30 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે, નળ, ગટર, પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા માટે બજેટમાં કોઈ પ્રકારની ખાસ ફાળવણી કરવામાં આવી નથી તો નાગરિકોના છે સામાન્ય પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો છે. તે આગામી વર્ષોમાં ઉકેલ આવશે કે નહીં તે પણ એક મહત્વનો સવાલ રહેશે.
40 ચોરસ મીટકની રહેણાંક મિલકત ધારકોને ટેક્સમાંથી માફી
શહેરમાં 40 ચોરસ મીટર રહેણાંક મિલકતધારકોને આગામી વર્ષમાં ટેકસમાંથી માફી આપવામાં આવશે, જેનો 6.49 લાભ મિલકતધારકોને મળશે. કોર્પોરેશનની બિલ્ડીંગમાં ચાલી રહેલી ટ્રસ્ટની હોસ્પિટલોની મિલકતોમાં 70 ટકા રિબેટ આપવાની વાત કરવામાં આવી છે. આ સાથે સ્ટેશન અને પારસ ચોકીમાં વધારો કરવા માટે 15 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં ફાળવવામાં આવી છે.
બજેટ અંગેની હાઈલાઈટ્સ