અમદાવાદ: દેશના આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી(Azadi Ka Amrit Mahotsav) કરવામાં આવી રહ્યું છે.દેશના વડાપ્રધાન દ્વારા આ વર્ષે "હર ઘર તિરંગા”(Har Ghar Tiranga Campaign) અંતર્ગત દેશના લોકોને પોતાના ઘર, ઓફિસ, સરકારી કચેરી જેવી જગ્યા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદ કોર્પોરેશન પણ શહેરમાં અંદાજે 22 લાખ જેટલા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.
Har Ghar Tiranga Campaign: અમદાવાદ કોર્પોરેશન લાખો ધ્વજોનું કરશે વિતરણ, વિવિધ જગ્યા પર ફરકશે રાષ્ટ્રધ્વજ કોર્પોરેશન 22 લાખ રાષ્ટ્રધ્વજ ખરીદશે -અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડીગ કમિટીના(Standing Committee of Ahmedabad Corporation) ચેરમેન હિતેશ બારોટ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનના માર્ગદર્શન મુજબ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી "હર ઘર તિરંગા” અંતર્ગત અમદાવાદના તમામ ઘરો, દુકાનો, ઓફિસ, સરકારી કચેરી વગેરે જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. જેના પગલે કોર્પોરેશન 6 કરોડના ખર્ચે 22 લાખ જેટલા રાષ્ટ્રધ્વજ ખરીદવામાં આવશે.
આ પણ વાંચો:Har Ghar Tiranga Campaign: ભારતીય ત્રિરંગાએ 6 વખત તેનો રંગ બદલ્યો
રાષ્ટ્રધ્વજના સ્ટોલ લગાવવામાં આવશે -કોર્પોરેશન દ્વારા જે જગ્યા પર અવર જવર વધારે હશે તે જગ્યા પર રાષ્ટ્ર ધ્વજનું વેચાણ કરવા માટે સ્ટોલ લગાવવામાં આવશે. જે રાષ્ટ્રધ્વજની વેચાણની જવાબદારી કોર્પોરેટરને સોંપવામાં આવશે. જેમાં નહીં નફો કે નહી નુકશાનના ધોરણે પ્રતિ ધ્વજ દીઠ 25 રૂપિયા લેખે વેચાણ કરવામાં આવશે. આ સાથે જનતાને અપીલ પણ કરવામાં આવી હતી. દરેક નાગરિકે આપના રાષ્ટ્રધ્વજ ની જાળવણી અને સન્માન કરવું એ દરેક નાગરિકની ફરજ છે.
આ પણ વાંચો:7000 ચરખા બનાવશે વિશ્વ રેકોર્ડ, સર્જાશે ઐતિહાસિક દ્રશ્ય
કઈ કઈ જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે -11 ઓગસ્ટથી એક સપ્તાહ સુધી "હર ઘર તિરંગા કાર્યક્રમ" અંતર્ગત અમદાવાદ શહેરના તમામ મકાનો, APMC, દૂધની મંડળીઓ, તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજ, આંગણવાડી, હેલ્થ સેન્ટરો, કોમ્યુનિટી સેન્ટર, પોલીસ સ્ટેશન, જેલ, પેટ્રોલ પમ્પ, હોટલ,હોસ્પિટલ, જેવી વિવિધ જગ્યા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.