ગુજરાત

gujarat

ETV Bharat / city

Vikas Yatra Ahmedabad : મુખ્યપ્રધાનના હસ્તે અમદાવાદની વિકાસયાત્રા, 711 કરોડના પ્રોજેક્ટ્સનુ કર્યું લોકાર્પણ

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં AMC (Ahmedabad Municipal Corporation) અને AUDAના (Ahmedabad Urban Development Authority) 711 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત (CM Bhupendra Patel inaugurated the development works) કર્યું હતું. વિવિધ વિકાસ કાર્યોમાં વિક્ટોરિયા ગાર્ડનનું રીડેવલપમેન્ટ, 60 નવી BRTS ઈલેક્ટ્રીક બસ અને 18 ચાર્જિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે, અને હેરિટેજ સિટી અમદાવાદની (Heritage City Ahmedabad) સંપૂર્ણ માહિતી આપતી સ્માર્ટ હેરિટેજ મોબાઈલ એપનુ પણ લોન્ચીંગ (Heritage Mobile App Launching By CM Bhupendra Patel) કરવામાં આવ્યું.

અમદાવાદમાં 711 કરોડના વિકાસ કાર્યો
અમદાવાદમાં 711 કરોડના વિકાસ કાર્યો

By

Published : Dec 4, 2021, 10:40 AM IST

  • AMC અને AUDAના 711 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત
  • મુખ્યપ્રધાને 60 નવી BRTS ઈલેક્ટ્રીક બસોને લીલીઝંડી બતા
  • હેરિટેજ સિટી અમદાવાદની સંપૂર્ણ માહિતી આપતી સ્માર્ટ હેરિટેજ મોબાઈલ એપનુ લોન્ચીંગ

અમદાવાદ: અમદાવાદમાંAMC (Ahmedabad Municipal Corporation)અને AUDAના (Ahmedabad Urban Development Authority)711 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel inaugurated the development works) કર્યું હતું. લોકાર્પણ કરાયેલ વિવિધ વિકાસ કાર્યોમાં વિક્ટોરિયા ગાર્ડનનું રીડેવલપમેન્ટ, 60 નવી BRTS બસ અને 18 ચાર્જિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરના નરોડા અને નિકોલ વિસ્તારમા નવા બે ફાયર સ્ટેશનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં 711 કરોડના વિકાસ કાર્યો

આ પણ વાંચો:અમદાવાદના અમુક વિસ્તારોનો શહેરી હદમાં સમાવેશ, પરંતુ સત્તા હજૂ પણ AUDA પાસે

494 બેડનું નાઈટ શેલ્ટર બનશે

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમારે માહિતી આપી હતી કે, BRTSમાં 60 ઇલેટ્રીક બસના ઉમેરા સાથે કુલ હવે 200 ઇલેટ્રીક બસ થઈ છે. AMTS પણ ઇ-બસ બને તેવું આયોજન હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં 494 બેડનું નાઈટ શેલ્ટર હોમ બનશે. અજિતમિલ, ઝુંડાલ સર્કલ અને દહેગામ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, આ ઉપરાંત શહેરમાં પીવાના પાણીને લગતા કાર્ય કરાયા છે.

આ પણ વાંચો:કોરોના બાદ AMC સંચાલિત AMTS અને BRTS બસની આવકમાં થયો વધારો

હેરિટેજ એપ લોન્ચ

મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે હેરિટેજ સિટી અમદાવાદથી (Heritage City Ahmedabad) અવગત કરાવતી 'સ્માર્ટ હેરિટેજ મોબાઈલ' એપનુ લોન્ચીંગ (Smart Heritage Mobile App Launching By CM Bhupendra Patel) અને અમદાવાદ શહેર વિષે મહત્વની માહિતી આપતા કેટલોગનું અનાવરણ કરવામાં આવ્યું હતું, હવે ટચસ્ક્રીન વાળું કિઓસ્ક અમદાવાદના પસંદગીના સ્થળે મુકાશે, જ્યાંથી અમદાવાદના હેરિટેજ સ્થળોની માહિતી મળશે.

ABOUT THE AUTHOR

...view details