- ફાયર સેફ્ટી અનેBUપરમિશન ના ધરાવતા એકમો સામે તવાઇ
- આજે કુલ 169 એકમોને કરાયા સીલ
- ત્રણ શાળા, એક હોટેલ અને, રેસ્ટોરેન્ટ તેમજ કોમર્શિયલ એકમને કરાઈ સીલ
- અત્યાર સુધી ફુલ 2245 યુનિટ સીલ કરાયા
અમદાવાદ : AMCના એસ્ટેટ વિભાગ દ્વારા 31 મે થી સતત ફાયર સેફ્ટી અને BU પરમિશન ( Building Use permission ) ન હોય તેવા એકમો સામે તપાસ કરીને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં આજ દિન સુધી 2,245 યુનિટને સીલ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, સૌથી વધુ 104 યુનિટ દક્ષિણ ઝોનમાં સીલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 1140 દુકાન ઓફિસ અને ક્લાસિસ 523 હોટેલના રૂમ 67 રેસ્ટોરન્ટ યુનિટ 33 સ્કૂલ અને 1 ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સીલ કરવામાં આવી છે.
શનિવારના રોજ કયા એકમોને સીલ કરવામાં આવ્યા?