અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તા ધોવાઇ અને તૂટી ગયેલાં છે. ટીપી 85 રોડનું કામ પાછલા 3 વર્ષથી બંધ હાલતમાં છે તેમ જ જૂહાપુરા, ફતેહવાડી, સરખેજ તેમ જ કેનાલ પાછળના વિસ્તારના રોડની ખૂબ જ ખરાબ હાલતને કારણે જનતાને જે પડતી તકલીફ પડી રહી છે તે કોઈ અધિકારી સાંભળવા તૈયાર નથી. જેને લઈને વેજલપુર વિધાનસભા યૂથ કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના "બેસણાં"નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા આપ અને કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો, પક્ષના હોદ્દેદારો, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, NSUIના સાથીઓ તેમ જ તમામ NGOના સાથીઓ અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતાં.
સરખેજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેસણાંનો કાર્યક્રમ થાય તે પહેલાં અટકાયત - અમદાવાદ રોડ
અમદાવાદના સરખેજ, જૂહાપુરા, ફતેહવાડી, કેનાલ પાછળના રોડની બિસ્માર હાલતને લઈને સરખેજ વિસ્તારના કોર્પોરેટરોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેસણાંનો કાર્યક્રમ રાખ્યો હતો. જો કે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં દેખાવકારોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.
સરખેજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેસણાંનો કાર્યક્રમ થાય તે પહેલાં અટકાયત
પરંતુ વિરોધ કાર્યક્રમ શરૂ થાય તે સમય પહેલાં જ આ બધાં લોકોની વેજલપુર પોલિસ સ્ટેશનમાં અટકાયત કરીને લઈ જવામાં આવ્યાં હતાં. સરખેજ અને જૂહાપુરા વિસ્તારના બિસ્માર રોડ અંગે કોર્પોરેશનમાં અનેકવખત રજૂઆત કરી હોવા છતાં કોઈ ફરિયાદ સાંભળનારું નથી.