અમદાવાદઅમદાવાદ કોર્પોરેશન રેવન્યુ વિભાગ (Revenue Department of Ahmedabad Corporation) દ્વારા શહેરની જનતાને વધુમાં વધુ લાભ થાય તેવા અવનવા પ્રયોગો કરવામાં આવતા હોય છે. જે પ્રોપર્ટી ટેક્સમાં રાહત વિવિધ યોજના વ્યાજમાં 75 ટકા લાભ જેવી યોજના બાદ અમદાવાદની શહેરની જનતા પ્રોપર્ટી ટેક્સ (Property Tax Information ) તેમજ રેવન્યુ વિભાગને લગતી કામગીરીની માહિતી (Information on functioning of Department of Space ) મળી રહે તે માટે પ્રોપર્ટી ટેક્સ માહિતી પુસ્તિકાનું લોન્ચિંગ (Launch the Property Tax Information Booklet) કરવામાં આવ્યું હતું.
શહેરની જનતા 50 રૂપિયામાં ખરિદી શકશેઅવની વિભાગના ચેરમેન જણાવ્યું હતું કે, અમદાવાદની શહેરની જનતાને ટેક્સની પૂરેપૂરી માહિતી મળી રહે તે માટે માહિતી પુસ્તિકા આજરોજ અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક અમદાવાદના શહેરના લોકો તમામ સિવિક સેન્ટર પરથી પચાસ રૂપિયામાં ખરીદી શકશે. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનની વેબસાઈટ પર પણ ફ્રીમાં (Website of Ahmedabad Corporation) મેળવી શકશે.