ગુજરાત

gujarat

ETV Bharat / city

BRTS લેનમાં ઘૂસી કાર: AMCએ 2.50 લાખનો દંડ ફટકાર્યો - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે નિયમોનું પાલન કરવું એ આપણી ફરજ બને છે. અમદાવાદમાં એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં BRTSની લેનમાં ગેરકાયદેસર ગાડી ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેની મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ પણ નોંધ લીધી છે અને પોતાના ટ્વીટર પર વીડિયો શેર કર્યો છે.

Etv Bharat, Gujarati News, Ahmedabad News, AMC
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 2.50 લાખનો દંડ ફટકાર્યો

By

Published : Jan 28, 2020, 11:08 PM IST

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં બનાવેલા BRTSના ટ્રેકને કારણે ટ્રાફિકની સમસ્યા વધી છે. શહેરના રાયખડ વિસ્તારની આ ઘટનામાં BRTSની લેનમાં ઘુસેલી ગાડીએ સ્વિંગ ગેટ પણ તોડી નાખ્યો હતો. જે વીડિયો મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ શેર કર્યો હતો.

BRTS લેનમાં ઘૂસી કાર: AMCએ 2.50 લાખનો દંડ ફટકાર્યો

આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ટ્રાફિક નોર્મલ જ હતો, ત્યારે સફેદ રંગની એક કાર BRTSની લેનમાં ઘુસી હતી. બેફામ ચાલી રહેલી આ કાર રોંગ સાઇડમાં આવી જતાં બંધ થઇ રહેલા RFID સ્વિંગ ગેટને પણ અડફેટે લઇ તોડી નાખ્યો હતો. જેને લઇને આ કાર ચાલકને 2.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ કર્યું ટ્વીટ

ABOUT THE AUTHOR

...view details