- ઓક્સિજનની ઘટ સામે કંટ્રોલરૂમ કરાયો શરૂ
- વિવિધ કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલોમાં કરાય છે ફાળવણી
- 4 દિવસમાં 35થી વધુ ટેન્કરો મારફતે ઓક્સિજનો જથ્યો પુર પાડવામાં આવ્યો
અમદાવાદઃ રાજયમાં કોરોનાના દર્દીઓની ઓક્સિજનની અછતના લીધે મૃત્યું થતું હોવાના સતત કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દર્દીઓનું ઓક્સિજન લેવલ ઓછુ થઇ જતા મોટા ભાગના દર્દીઓને ઓક્સિજન આપવામાં આવે છે. દેશ સહિત રાજયમાં ઓક્સિજની અછત ઉભી થઇ છે. જેને લઇને અમદાવાદ મનપા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઓક્સિજન કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી છે.
ઔદ્યોગિક ઓક્સિજનનુ પ્રોડક્શન બંધ
કંટ્રોલ રૂમ દ્વારા ઓદ્યોગિક રીતે વાપરવામાં આવતા ઓક્સિજનનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યા છે અને મેડિકલ ઓક્સિજન કોરોનાના દર્દીઓને આપવામાં આવે છે, હોસ્પિટલો અને કોવિડ સેન્ટરોમાં ઉભી થતી ઓક્સિજનની ઘટને નિવારવા માટે કંટ્રોલ રૂમ દ્વારા જ ઓક્સિજનીન ફાળવણી કરવામાં આવે છે. છેલ્લા 4 દિવસમાં 35થી વધુ ટેન્કર ઓક્સિજનો જથ્થો મેળવી, અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસતારોના સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે.