અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ (ahmedabad mumbai central shatabdi express) હવે ગાંધીનગર સુધી લાંબી થશે. આ નિર્ણયથી અનેક મુસાફરોને લાભ થશે. ખાસ કરીને જાન્યુઆરીમાં મહિનામાં વાયબ્રન્ટ સમિટ (vibrant gujarat global summit 2022) દરમિયાન મુસાફરોને આ ટ્રેન ઉપયોગી થઈ પડશે. અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસને તારીખ 24 ડિસેમ્બરથી ગાંધીનગર (central shatabdi express for gandhinagar) સુધી લંબાવવામાં આવશે. શુક્રવાર એટલે કે 24મી ડિસેમ્બરથી આ નિર્ણયને અમલમાં મૂકવામાં આવશે. શુક્રવારથી ટ્રેન ગાંધીનગર સુધી જવાની શરુઆત કરશે.
1:40ની આસપાસ ગાંધીનર પહોંચશે ટ્રેન
ટ્રેન નંબર 12009 રવિવાર સિવાય 6:10 વાગ્યે મુંબઈથી નીકળશે અને બપોરે 12:22 વાગ્યે તે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન (ahmedabad kalupur railway station) પહોંચશે. આ ટ્રેન 12.37 કલાકે અમદાવાદથી ગાંધીનગરજવા નીકળશે અને 1:40ની આસપાસ ગાંધીનર પહોંચી જશે. પહેલા આ ટ્રેન મુંબઈથી સવારે 6:40એ નીકળતી હતી અને 12:55એ અમદાવાદ પહોંચી જતી હતી.