અમદાવાદ: કોરોના વાઈરસના આ સંક્રમણ કાળમાં ડોક્ટર્સ અને નેતાઓ પણ સતત સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ પશ્ચિમના વર્તમાન સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી પણ કોરોના વાઈરના સંક્રમણમાં સપડાયા છે.
અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટ સોલંકી કોરોના સંક્રમિત - અમદાવાદનાસમાચાર
રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ભાજપના નેતાઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદ
ડો.કિરીટ સોલંકીએ પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ મેડિકલ સલાહ લેવાની વિનંતી કરી હતી. ભાજપના સભ્ય અને સાંસદ કિરીટ સોલંકી કોરોના પોઝિટિવ આવતા, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમને જલ્દી રીકવરી મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી.