અમદાવાદઃ વર્ષ 2021 પણ 2020ની જેમ કોરોનાની મહામારીમાં વિત્યુ છે. ઘણા લોકોએ કોરોનાની બીજી લહેરમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે. વ્યાપક રસીકરણ અભિયાનથી હવે (Corona vaccination campaign in India) ભારતમાં કોરોનાની ત્રીજી લહેર નહીં આવે તેવી આશા સૌ રાખી રહ્યા છે. નવા વર્ષમાં સૌ જીવનમાં પ્રગતિ કરે, લોકોનું જીવન આરોગ્યમય બને,દેશ પ્રગતિના પંથે આગળ વધે તેવા આશીર્વાદ સંતોએ (Ahmedabad Monk Saints on New Year 2022) આપ્યા હતા.
અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ આપ્યા આશીર્વાદ
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ નાગરિકોને શુભકામનાઓ પાઠવતા જણાવ્યુ હતું કે, વર્ષ 2020-21માં આપણે કોરોના મહામારીમાં સંપડાયા હતા. હવે જ્યારે 2022નું વર્ષ આવી રહ્યું છે ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ (Ahmedabad Monk Saints on New Year 2022) કે, તેઓ વિશ્વને કોરોના મહમારીથી મુક્ત કરાવે. લોકોનું જીવન પ્રગતિસભર (New Year gives health and happiness to citizens) બને. 2022નું વર્ષ મંગલમયી બને. જગન્નાથની કૃપાથી સૌ નિરોગી રહે.