અમદાવાદ શહીદ લાન્સનાઈક ગોપાલસિંહના માતાપિતા દ્વારા શૌર્ય ચક્ર પાછું મોકલી દેવા પાછળની સંપૂર્ણ કહાની જોઈએ તો અમદાવાદ શહેરમાં રહેતા મુનિમસિંહ ભાદોરીયાએ તેમના પુત્ર ગોપાલસિંહને બહાદુરી માટે મરણોપરાંત આપવામાં આવેલ શૌર્ય ચક્ર પરત ( Martyr Gopal Sinh Father Munimsinh Bhadoriya Refuse To Accept Shaurya Chakra Via Courier ) કરી દીધું છે. તેનું કારણ એ છે કે આ મેડલ શહીદ ગોપાલસિંહના ઘરે કુરિયર મારફતે ( Martyr father returned gallantry award ) મોકલાવવામાં આવ્યું હતું.
શહીદના પિતાની લાગણી છે કે જો રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે તો જ ગેલેન્ટ્રી એવોર્ડ સ્વીકાર કરશે શહીદના માતાપિતા અને પત્નીનો વિવાદ2017 ના વર્ષમાં કાશ્મીરમાં ગોપાલસિંહ શહીદ થયા હતાં ત્યારબાદ ગોપાલસિંહના શહીદ પછી જે લાભો મળવા જોઈએ. તે લાભો અને પુરસ્કાર માટે ગોપાલસિંહના પત્ની અને માતાપિતા વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આનું મુખ્ય કારણ એ હતું કે 2011માં જ ગોપાલસિંહથી તેમના પત્ની હિમાવતીએ છૂટાછેડા લઈ લીધાં હતાં પરંતુ છૂટાછેડાનો હજી હુકમ થયો ન હતો તે દરમિયાન જ ગોપાલસિંહ કાશ્મીરમાં શહીદ થઈ ગયા હતાં.
કોર્ટે માતાપિતાના પક્ષમાં આપ્યો ચૂકાદોત્યારબાદ તેમની પત્ની હેમવતીને કોઈ પણ પ્રકારના લાભો આપવા સામે વાંધો ઉઠાવતા ગોપાલસિંહના માતાપિતાએ અમદાવાદ સિવિલ કોર્ટ (Ahmedabad Civil Court ) માં અરજી કરી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા સપ્ટેમ્બર 2021 માં કોર્ટે શહીદ ગોપાલસિંહના પિતાના પક્ષમાં ફેંસલો આપ્યો હતો. કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો કે કેન્દ્ર સરકારના સત્તાવાળાઓએ ગોપાલસિંહને મરણોત્તર વીરતા પુરસ્કાર એવોર્ડ સાથે સંકળાયેલા તમામ લાભો માતાપિતાને આપવામાં આવે. સાથે જ એવો પણ ચૂકાદો આપ્યો હતો કે બંને પક્ષકારોને પેન્શન અને એક્સ ગ્રેશિયા ચુકવણી સહિતના લાભો મળશે.
પિતાની માગણી હતી કે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ અપાય નોંધનીય છે કે કોર્ટ દ્વારા ચૂકાદો આપવાની સાથે જ મુનિમસિંહ ભાદોરીયાએ 3 ફેબ્રુઆરીએ સંરક્ષણ સત્તાવાળાઓ અને મંત્રાલયને જાણ કરી હતી કે રાષ્ટ્રપતિ દ્વારા તેમને સ્વતંત્રતા દિવસ અથવા પ્રજાસત્તાક દિવસ પર એવોર્ડ આપવામાં આવે. કુરિયરમાં મળેલું શૌર્ય ચક્ર પાછું મોકલાવ્યું તે ( Martyr father returned gallantry award ) વાતને લઈને ઈટીવી ભારત સાથે વાત કરતા મુનિમસિંહે જણાવ્યું હતું કે મે રાષ્ટ્રપતિના હસ્તે મેડલ મેળવવાનો આગ્રહ રાખ્યો હતો. જ્યારે સોમવારે મને તે મેડલ અને પ્રમાણપત્ર ધરાવતું પેકેટ કુરિયરમાં ( Martyr father returned gallantry award ) મળ્યું. જો કે મેં તેને ખોલ્યું ન હતું અને પરત કર્યું ( Refuse To Accept Shaurya Chakra Via Courier ) હતું. હું ખરેખર આ દેશ સાથે જોડાયેલો છું. તે એવોર્ડ મારા માટે માત્ર પાર્સલ ( Martyr Gopal Sinh Father Munimsinh Bhadoriya Refuse To Accept Shaurya Chakra Via Courier ) નહોતું. તે મારું હૃદય હતું, મારા બાળકની ખુશી હતી. મારું ગર્વ છે એ મેડલ.
શહીદના પિતાની વિનંતીવધુમાં તેમણે કહ્યું કે મેં આ મેળવવા માટે સખત સંઘર્ષ કર્યો છે અને ઘણો ખર્ચ કર્યો છે. હું આ બાબતને કોઈ મુદ્દો બનાવવા માંગતો નથી. પરંતુ હું તમામ સંબંધિત અધિકારીઓને પત્ર લખીને વિનંતી કરીશ કે રાષ્ટ્રપતિ દ્વારા જે વિધિવત રીતે પૂરા માન અને શાન સાથે દરેક વીર જવાનને મેડલ સોંપાય છે તેવી જ રીતે આ મેડલ આપવામાં આવે. મુનિમસિંહ ભાદોરીયાએ રાષ્ટ્રપતિ, રક્ષાપ્રધાન અને વડાપ્રધાન સહિત સૌ કોઈને વિનંતી કરતાં જણાવ્યું છે કે એમને પૂરા માનસન્માન સાથે તેમના શહીદ થયેલા પુત્ર ગોપાલ સિંહના શોર્ય ચક્રને રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે.