ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ- શહેરમાં માર્કેટ ફરી શરુ, પોલીસે લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવ્યું - અમદાવાદ પોલિસ

અમદાવાદ શહેરમાં એક અઠવાડિયા પછી ફરીવાર બજારો ખુલ્લાં થયાં છે, મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 થી 15 મે સુધી બજારો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ આજે બજારો શરુ થતાં લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ઉમટ્યાં હતાં.

વાદ- શહેરમાં માર્કેટ ફરી શરુ, પોલીસે લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવ્યું
વાદ- શહેરમાં માર્કેટ ફરી શરુ, પોલીસે લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવ્યું

By

Published : May 15, 2020, 2:07 PM IST

અમદાવાદઃ કોરોના વાયરસના ફેલાવાને અટકાવવાના કડક પગલાં તરીકે અમદાવાદમાં સાતમી મેથી આજ સુધી કડક બંદોબસ્ત સાથે સંપૂર્ણ લૉક ડાઉન કરવામાં આવ્યું હતું. જેને લઇ દવા અને દૂધ સિવાયની તમામ દુકાન બંધ કરવામાં આવી હતી. આજે 15મે શાકભાજી અને કરિયાણાંની દુકાન ખોલવાની છૂટ અપાતાં શહેરનું દ્રશ્ય બદલાયું હતું. આજે સવારથી મહિલાઓ જરુરી સામાન ખરીદવા બજારમાં નીકળી હતી.

વાદ- શહેરમાં માર્કેટ ફરી શરુ, પોલીસે લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવ્યું
શહેરમાં કાલુપુરમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી માટેનું મોટું બજાર આવેલ છે જે લાંબા સમય બાદ આજે ફરીવાર ખોલવામાં આવ્યું હતું. જેથી લોકો મોટી સંખ્યામાં માર્કેટ પહોંચ્યા હતાં. ત્યારે પોલીસના અધિકારી અને કર્મચારી પણ ત્યાં પહોંચ્યાં હતાં અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવ્યું હતું અને 1 વાગ્યા સુધી બાજર ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.જે લોકો પાસે માસ્ક અને સેનિટાઈઝર નહોતાં તેમને માસ્ક અને સેનિટાઈઝર પોલીસ દ્વારા આપવામાં આવ્યાં હતાં અને કોરોનાનું સંક્રમણ ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી હતી.

ABOUT THE AUTHOR

...view details