ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahmedabad Loan Fraud case: લોન આપવાના બહાને છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ - Ahmedabad Crime news

કેપિટલ ફાઇનાન્સ કંપનીના નામે લોન આપવાના બહાને છેતરપિંડી (Ahmedabad Loan Fraud case) કરનાર આરોપીની ધરપકડ (Loan Fraud Accused Arrested) કરવામાં આવી છે. આરોપીએ અલગ-અલગ શહેરોમાં ઓફિસ ખોલી 150થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી છે. જોકે પ્રાથમિક તપાસમાં 59 ગ્રાહકોના 4 લાખ 48 હજાર રૂપિયાના વ્યવહારો મળી આવતા સાયબર ક્રાઈમે (Ahmedabad Cyber Crime) વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad Loan Fraud case: લોન આપવાના બહાને છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ
Ahmedabad Loan Fraud case: લોન આપવાના બહાને છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ

By

Published : Dec 2, 2021, 8:52 PM IST

  • કેપિટલ ફાઇનાન્સ કંપનીના નામે લોન આપવાના બહાને છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ
  • પ્રાથમિક તપાસમાં 59 ગ્રાહકોના 4 લાખ 48 હજાર રૂપિયાના વ્યવહારો મળી આવ્યા
  • આરોપી લોન પ્રોસિજર કે પછી અન્ય ફીના નામે રૂપિયા ઉઘરાવી લોન ન આપી છેતરપિંડી કરતો

અમદાવાદઃ અમદાવાદ સાયબર ક્રાઇમની (Ahmedabad Cyber Crime) કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રાકેશ ઉપેન્દ્રકુમાર ત્રિવેદી (Loan Fraud Accused Arrested) છે. જે મૂળ ગાંધીનગરનો વતની છે. પરંતુ રાજ્યભરમાં પોતાની છેતરપિંડીની શાખા ચલાવી રહ્યો છે. આરોપી ઇડર, કલોલ, ગાંધીનગર, અમદાવાદ જેવી અલગ-અલગ સ્થળ ઉપર ઓફિસ ખોલી લોન આપવાના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવતો (Ahmedabad Loan Fraud case)હતો. આરોપી લોન પ્રોસિજર કે પછી અન્ય ફીના નામે રૂપિયા ઉઘરાવી લોન ન આપી છેતરપિંડી કરતો હતો. સાથે જ લોન માટે ગ્રાહકોને મુંબઈની ઓફિસનું સરનામું આપતો હતો. ત્યાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

લોન એપ્લાય બાદ છેતરપિંડી

સાયબર ક્રાઈમમાં (Ahmedabad Cyber Crime) ન્યુ નરોડા ખાતે રહેતા મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે વસ્ત્રાલ ખાતે આવેલી કેપિટલ ફાઇનાન્સની ઓફિસમાંથી તેમણે લોન માટે એપ્લાય કર્યા બાદ તેમની સાથે છેતરપિંડી (Ahmedabad Loan Fraud case) કરવામાં આવી છે. જે અંગેની તપાસ કરતા આરોપી રાકેશની અલગ અલગ શહેરોમાં ઓફિસ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી સાયબર ક્રાઈમ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓની સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક પૂછપરછમાં (Loan Fraud Accused Arrested) 150થી વધુ લોકો ભોગ બનેલી હકીકત સામે આવી છે.

આરોપીએ અલગ-અલગ શહેરોમાં ઓફિસ ખોલી 150થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી

આરોપી આ રીતે છેતરપિંડી કરતો હતો

જેમાં રાકેશ ત્રિવેદી કે જે આ ગુનાનો (Ahmedabad Loan Fraud case) મુખ્ય આરોપી છે, તે છેતરપિંડી માટે માત્ર રોકડા રૂપિયા નહીં, પરંતુ ક્યુઆર કોડ મારફતે ઓનલાઇન રૂપિયા પડાવી લોકોનો વિશ્વાસ કેળવવો હતો.. સાથે જ તેની ધરપકડ સમય બેંકની પાસબુક, ચેકબુક, લેપટોપ તથા મોબાઈલ ફોન કબ્જે (Loan Fraud Accused Arrested) કરવામાં આવ્યાં છે. જેના આધારે સાયબર ક્રાઈમે (Ahmedabad Cyber Crime) તપાસ હાથ ધરી છે. ત્યારે જોવું એ રહ્યું કે લોન લેવા માટે કેટલા લોકોએ પોતાના રૂપિયા ગુમાવ્યા છે અને સાયબર ક્રાઇમ તેમને આ રૂપિયા પરત અપાવી શકે છે કેમ.

આ પણ વાંચોઃ સોનાની વી.સી. સ્કીમના નામે વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઇ કરનારા ઠગની ધરપકડ

આ પણ વાંચોઃ Fraud case:સરકારી તળાવની જમીનને પોતાનો પ્લોટ ગણાવી 15 લાખની છેતરપિંડી કરી

ABOUT THE AUTHOR

...view details