અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના બાર એસોસિયેશનના પ્રમુખ યતીન ઓઝા તરફ લખવામાં આવેલા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે હાઇકોર્ટના બાર એસોસિએશન હેઠળ આવતા તમામ વકીલોને એક ઓળખપત્ર આપવામાં આવ્યું છે જેથી પોલીસ તેની તપાસ કરીને તેમને કોર્ટમાં જવા દઈ શકે છે.
લોકડાઉન દરમિયાન વકીલોને હાઇકોર્ટ જવા દેવા મુદ્દે HC બાર એસોસિએશનને DGPને પત્ર લખ્યો - અમદાવાદ લૉક ડાઉન
લૉકડાઉન દરમિયાન હાઈકોર્ટમાં સુનાવણી માટે વકીલોને ઘરથી કોર્ટ સુધી જવાની પરવાનગી આપવામાં આવે તેવી માગ સાથે ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાને પત્ર લખ્યો હોવાની વિગતો સામે આવી છે.
લૉક ડાઉન દરમિયાન વકીલોને હાઇકોર્ટ જવા દેવા મુદ્દે HC બાર એસોસિએશનને DGPને પત્ર લખ્યો
નીચલી કોર્ટમાં વકીલાત કરતા ધારાશાસ્ત્રીઓને પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ઓળખપત્ર આપવામાં આવે છે તેની તપાસ કરી પોલીસ તેમને જવા દઈ શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં લૉંકડાઉનને ૩જી મે સુધી લંબાવવાની વાત કરવામાં આવી છે પરંતુ ઈલેક્ટ્રિશિયન, કાર્પેન્ટર, પ્લમ્બર સહિતના લોકોને લૉક ડાઉન દરમિયાન બહાર જવાની કેટલીક છૂટ આપવામાં આવી છે. જેથી તેમણે વકીલોને પણ રાહત આપવામાં આવે તેવી માગ સાથે પત્ર લખ્યો છે.