ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahmedabad Lambha Molestation Case: રાજકીય પાર્ટીના યુવા નેતા સહિત 2ની સગીરા સાથે દુષ્કર્મ મામલે  ધરપકડ

અમદાવાદના લાંભા વોર્ડના યુવા નેતા સહિત 2ની પોલીસે સગીરા સાથે દુષ્કર્મ (Ahmedabad Lambha Molestation Case) કરવા મામલે ધરપકડ કરી છે. આરોપી 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરીને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આરોપીએ સગીરાના ભાઈને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

Ahmedabad Lambha Molestation Case: 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરવા મામલે રાજકીય પાર્ટીના યુવા નેતા સહિત 2ની ધરપકડ
Ahmedabad Lambha Molestation Case: 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરવા મામલે રાજકીય પાર્ટીના યુવા નેતા સહિત 2ની ધરપકડ

By

Published : Mar 15, 2022, 7:47 PM IST

અમદાવાદ: 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસ (Ahmedabad Lambha Molestation Case)માં રાજકીય પાર્ટીના યુવા નેતા સહિત 2ની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સગીરાના અશ્લીલ ફોટો બતાવીને બ્લેકમેઇલ (Blackmailing Cases Ahmedabad) કરીને સંબંધ રાખવા દબાણ કરતો હતો. આ આરોપી રાજકીય પાર્ટીના લાંભા વોર્ડ (ahmedabad lambha ward)નો યુવા નેતા છે. રાજેશ મારુ અને તેના ભાઈ ભાવેશ મારુની બળાત્કાર, પોક્સો (pocso cases in ahmedabad) એક્ટ અને ધમકીની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આરોપી રાજેશ મારું પોલિટિકલ પાર્ટીના લાંભા વોર્ડનો યુવા નેતા છે.

આરોપી રાજેશ મારું પોલિટિકલ પાર્ટીના લાંભા વોર્ડનો યુવા નેતા છે.

રાજેશનો ભાઈ સગીરાને સંબંધ રાખવા દબાણ કરતો હતો-આરોપીએ ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ (Rape Cases In Gujarat) આચરીને બ્લેકમેઇલ કરી હતી. સગીરા સાથે શરીર સંબંધ બાંધવા માટે બીભત્સ ફોટો વાયરલ (Crime In Gujarat) કરવાની ધમકી આપીને અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે સગીરા ડરના કારણે પરિવારને જાણ નહોતી કરતી. આરોપી રાજેશ મારુ સગીરા (harassment Cases In Ahmedabad)ની સ્કૂલ સુધી જઈ પીછો કરી હેરાન કરતો હતો. ત્યારબાદ સમગ્ર હકીકત સામે આવી કે આરોપી રાજેશની સાથે તેનો ભાઇ ભાવેશ મારુ પણ સગીરાને રાજેશ સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. ત્યારબાદ ભોગ બનનારી સગીરાએ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો:Rape Crime in Ahmedabad : પરણિત યુવકે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી અનેક જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું

દુષ્કર્મ આચરી ફોટા મોબાઇલમાં પાડ્યાં- ગત દિવાળી સમયે નવા વર્ષના દિવસે સગીરા શુભેચ્છા આપવા અને વડીલો પગે લાગવા ગઈ હતી, જ્યાં રાજેશ મારુએ સગીરાને ઘરમાં બોલાવી હતી. ત્યારબાદ ઘરનો દરવાજો બંધ કરી બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી બન્નેના મોબાઈલમાં ફોટો પાડી દીધા. ત્યારબાદ ફોટો વાયરલ કરવાની ધમકી આપી બદનામ કરવાનું કહી દુષ્કર્મ આચરતો હતો. સગીરા (Women Safety In Ahmedabad) સ્કૂલમાં અભ્યાસ અર્થે જાય ત્યારે આરોપી રાજેશ બાઇક લઈ પીછો કરતો હતો.

આ પણ વાંચો:Incident of misdemeanor Khambhaliya: ખંભાળિયામાં બે સગી બહેનોને નરાધમો પીખી નાખી

સગીરાના ભાઈને મારી નાંખવાની ધમકી- જો કે એક વખત સ્કૂલ દ્વારા સગીરાના માતાપિતાને જાણ કરાતાં તેમણે આરોપી રાજેશને સમજાવ્યો હતો છતાં પણ તેણે સગીરાને હેરાન કરવાનું બંધ કર્યું નહોતું અને બાઇક પર સગીરાનું નામ લખાવી સગીરાના ઘર બહાર બાઇક પાર્ક કરતો. આરોપી રાજેશનો ભાઈ ભાવેશ સંબંધ રાખવાનું દબાણ કરી સગીરાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. જો કે બંને ભાઈઓના ત્રાસથી કંટાળી સગીરાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી રાજેશ મારુ લાંભા વોર્ડમાં યુવા નેતા હોવાથી સગીરાના પરિવારને ડરાવતો હતો, જેથી પોલીસને જાણ થતાં આરોપી રાજેશ અને ભાવેશ બંને ભાઈઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details