- અમદાવાદની ઐતિહાસિક 144 મી રથયાત્રા
- 3:30 કલાકમાં રથયાત્રા પૂર્ણ
- 23 હજાર પોલીસ બંદોબસ્તમાં ત્વરિત ગતિએ રથયાત્રા પૂર્ણ
અમદાવાદ : શહેરમાં જગન્નાથ મંદિરની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા (Rathyatra)આ વર્ષે ઐતિહાસિક બની રહી છે. જોકે 144 મી રથયાત્રા વર્ષમાં પ્રથમ વખત કરફ્યૂ વચ્ચે નીકળી છે. આ પહેલા રથયાત્રાના કારણે કરફ્યૂ પડ્યો હોય તેવું સાંભળવા મળ્યું હતું.કોરોનાને કારણે એક વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી. ત્યારે લોકોમાં કોરોના અંગે જાગૃતિ પ્રસરે તે માટે રથ પર માસ્ક બાંધવામાં આવ્યો હતો.
સૌથી ટૂંકી રથયાત્રા
આ રથયાત્રામાં 23 હજાર પોલીસ જવાનો અને મંદિર તંત્ર સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પોલીસ જવાનોએ રથની ફરતે થ્રિ લેયર સુરક્ષા રાખી હતી. સવારે 7:15 કલાકે મંદિરની બહાર નીકળેલા રથ 10:50 કલાકે નિજ મંદિર પરત ફર્યા હતા.કેન્દ્ર તથા રાજ્યના ગૃહ મંત્રાલયના નજર હેઠળ આ રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી.રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા રથયાત્રાની શરૂઆતથી અંત સુધી રથયાત્રાની સાથે જ ઉપસ્થિત હતા. ગૃહરાજ્ય પ્રધાન, મંદિરના મહંત દિલીપદાસજી અને શહેર પોલીસ કમિશ્નરે પ્રજાને સાથ સહકાર આપવા આભાર માન્યો હતો.
આ પણ વાંચો : Exclusive:કરફ્યૂ વચ્ચે રથયાત્રા પૂર્ણ, અમદાવાદ પોલીસ કમિશ્નરે જનતાનો આભાર માન્યો
એક પણ વ્યક્તિ રોડ પર જોવા મળ્યો ન હતો