અમદાવાદ :અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બળદેવજીના રથની આરતી અને પૂજા મંદિરના મહંત દિલીપદાસજી હસ્તે (Jagannath Rath Yatra 2022) કરવામાં આવી હતી. ત્યારે 14 જૂનના રોજ ભગવાન જગન્નાથજી 108 કળશ સાથે જળયાત્રાનું (Ahmedabad Jagannath Rath Yatra 2022) આયોજન કરવામાં આવ્યું છે. આ જગન્નાથ યાત્રામાં નવા રથનું નિર્માણ કરવામાં આવશે.
ભગવાન જગન્નાથ યાત્રાને લઈને પૂજા-અર્ચના આ પણ વાંચો :Amit Shah In Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહે પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં કરી પૂજા
ભગવાન જગન્નાથજીની મંજૂરીઅતે પૂજન -મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે રથનું પૂજન કરી શકાય ન હતું. ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથની કૃપાથી આપણે ભગવાન જગન્નાથજી (Rath Yatra of Lord Jagannath) રથનું વૈદિક મંત્રોદ્વારા પૂજન કરી શક્યા છીએ. આ ઉપરાંત 144 વર્ષ જૂના રથ બાદ હવે નવા (Jagannath chariot) રથનું નિર્માણ કરવામાં આવશે.
આ પણ વાંચો :grand celebration of Ram Navami : અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ભક્તો ગમે ત્યાં ઉભા રહી કરી શકશે દર્શન - વધુમાં જણાવ્યું હતું હતું કે, આ રથ બહુ જૂના થઈ ગયા છે. જેના કારણે હવે આ વર્ષની રથયાત્રા બાદ નવા રથનું નિર્માણ કરવામાં આવશે. જે જગન્નાથ પુરીના રથ જેવો આકાર આપવામાં આવશે. મુખ્ય હેતુ દરેક ભક્તો ગમે ત્યાં ઊભા હોય તે રીતે દર્શન થાય તેવા રથનું આયોજન કરવામાં આવશે. આ વખતે જળયાત્રામાં હાથી, ઘોડા, શંખ નાદ અને 108 જળયાત્રા કાઢવામાં આવશે. ભગવાન જગન્નાથ 145મી (Jagannath 145th Rath Yatra) રથયાત્રા નીકળશે. અમદાવાદ નગરજનો ભગવાન જગન્નાથ (Jannathji New Chariot) દર્શન કરવા ઘણા આતુર છે. ત્યારે આ યાત્રા વાજતે ગાજતે નીકળશે જે હાથી પર લેવામાં આવશે. તેમજ ભગવાન જગન્નાથ પર ગંગા પૂજન દ્વારા અભિષેક પણ કરવામાં આવશે.