- રાખડીથી કોરોના સામે સુરક્ષાની જનજાગૃતિ
- અમદાવાદના ઇકબાલભાઇ કોમી એખલાસનું પ્રતિક
- અવનવી રાખડીઓ બનાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આકર્ષિત કર્યા
અમદાવાદ- કોરોનાકાળમાં રક્ષાબંધનના પવિત્ર પર્વે કોઇપણ ભાઇ-બહેન કોરોના સામેના રક્ષણની જ ઝંખના રાખતી હોય તે સ્વભાવિક છે. ભાઇના કાંડા પર રાખડી બાંધીને ભાઇ કોરોનાથી સુરક્ષિત રહે બહેનને પણ કોરોના નામનો રાક્ષસ હાનિ ન પહોંચાડે તે માટે ભાઇ-બહેન પરસ્પર એકબીજા માટે આ પર્વના દિવસે પ્રાર્થના કરશે.
આ પણ વાંચો- Vaccine Rakhi: રક્ષાબંધન નિમિતે રાજકોટની બજારોમાં કોરોના વેક્સિનવાળી રાખડી માચાવશે ધૂમ
કોરોના સામે સલામતી પ્રત્યેની જનજાગૃતિ ફેલાય તે માટે કરાયો અનોખો પ્રયાસ
દેશભરમાં કરોડો લોકો રક્ષાબંધનનો પર્વ ઉજવે છે, ત્યારે આ તહેવારના માધ્યમથી લોકોમાં કોરોના સામે સલામતી પ્રત્યેની જનજાગૃતિ ફેલાય, સજાગતા કેળવાય તે માટે અમદાવાદના ઇકબાલભાઇ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
કોરોના સ્પેશિયલ રાખડી બનાવતાં ઈકબાલભાઈ
ઇકબાલભાઇએ કોરોનાકાળમાં કોરોના સામે સતર્કતા અને જાગૃકતા માટેના જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી છે. તેમના દ્વારા લોકોને કોરોના સામે સુરક્ષિત કરી લોકો સ્વરક્ષણકાજે માસ્ક પહેરતા થાય, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા થાય, સેનિટાઇઝરનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આ આકર્ષિત રાખડીઓ બનાવવામાં આવી છે.
બહેન રાખડી બાંધીને ભાઈની કોરોના સામે સુરક્ષા ચાહે છે
ઇકબાલભાઇ કહે છે કે ‘રાજ્ય અને દેશભરમાં રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી થાય છે. આ વર્ષે કોરોનાકાળ વચ્ચે જ્યારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો હોવાથી બજારમાં અન્ય રાખડીઓની સાથે કોરોનાના સંદેશા આપતી રાખડી ઉપલ્બધ કરાવીને એક જનજાગૃતિ લાવવાનો નાનો પ્રયાસ છે. બજારમાં ઉપલબ્ધ કરાવેલી આ રાખડીઓ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
ઈકબાલભાઈ લાગણીઓથી રાખડી તૈયાર કરે છે
બહેન દ્વારા ભાઇના કાંડા પર રાખડી બાંધતી વખતે તેના દ્વારા ભીડભાડ વાળી જગ્યાઓએ બિનજરૂરી જવાનું ટાળવું, જાહેર સ્થળોએ માસ્ક પહેરીને સ્વરક્ષણની સાથે અન્યોનું પણ રક્ષણ કરવું તેવું વચન લેવામાં આવે તેવા પવિત્ર આશય સાથે મેં લાગણીઓથી રાખડીઓ તૈયાર કરી છે. કોરોના સામેની સતર્કતા રાખવા નાગરિકો વેક્સિનેશન પણ જરૂરથી કરાવે તે માટેની સંદેશાયુક્ત રાખડી પણ બનાવવામાં આવી છે.