અમદાવાદ: શહેરમાં 80થી વધારે બાળકોએ આ પોડક્ટસ બનાવવામાં ભાગ લીધો હતો, જેમાં તેમને ફક્ત જુટ મટિરિયલનો ઉપયોગ કરીને સર્જનાત્મક ઉત્પાદનો કેવી રીતે બનાવવા તે શીખવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ જુટના થ્રેડનો ઉપયોગ કરીને હસ્તકલા ઉત્પાદનો બનાવ્યા હતા.
બાળકોએ જુટમાંથી બનાવેલી પ્રોડક્ટ્સનું ક્રિએટિવ પ્રદર્શન યોજ્યું - ફોટો ફ્રેમ
કલા પ્રવૃત્તિઓએ દરેક વયના બાળકો માટે પોતાની સર્જનાત્મક રૂપે વ્યક્ત કરવા અને તેમની સર્જનાત્મક ઉર્જાને યોગ્ય દિશામાં વાપરવા માટેનું એક ઉત્તમ માર્ગ છે અને આ જ વિચારધારા સાથે પાંચથી પંદર વર્ષની વયના બાળકોએ ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો ખાતે જુટમાંથી વસ્તુઓ બનાવવી તેનું પ્રદર્શન યોજ્યું હતું.
જુટમાંથી બનાવેલી પ્રોડક્ટ્સનું ક્રિએટિવ પ્રદર્શન યોજ્યું
BRDSના આ નાની અજાયબીઓએ મુખ્યત્વે ફોટો ફ્રેમ, પેન સ્ટેન્ડ, વોલ હેંગિંગ, શોપીસ પર વગેરે જેવા સુશોભન લેખો અને સોપીસ બનાવ્યા હતા, આ પ્રવૃતિનો સૌથી રસપ્રદ ભાગ એ હતો કે બાળકોએ તેમના ઉત્પાદનોમાં કેટલાક સર્જનાત્મક વિચારો પ્રાપ્ત કર્યા હતા. કારણ કે સામાન્ય રીતે હસ્તકલા ઉત્પાદનો વિવિધ પ્રકારના વસ્તુઓ જેવી કે કાગળ માટી દોરા થરમોકોલ આઈસ્ક્રીમ સ્ટીકવગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પરંતુ આ વિદ્યાર્થીઓએ હસ્તકલા ઉત્પાદન ફક્ત જૂથ મટીરીયલથી જ બનાવ્યા હતા.
Last Updated : Mar 15, 2020, 3:48 PM IST