ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: બાંગ્લાદેશથી ગેરકાયદેસર ઇન્જેક્શન લાવી ઊંચા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ

કોરોના વાઇરસ માટે ગેરકાયદેસર અને નકલી ઇન્જેક્શનોના કેટલાક કૌભાંડ સામે આવ્યા છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાંગ્લાદેશથી ઇન્જેક્શન લાવીને ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરી ચાર આરોપીની ધરપકડ કરી છે.

Illegal injections
અમદાવાદ: બાંગ્લાદેશથી ગેરકાયદેસર ઇન્જેક્શન લાવી ઊંચા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ

By

Published : Aug 1, 2020, 2:36 AM IST

અમદાવાદઃ કોરોના વાઇરસ માટે ગેરકાયદેસર અને નકલી ઇન્જેક્શનોના કેટલાક કૌભાંડ સામે આવ્યા છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાંગ્લાદેશથી ઇન્જેક્શન લાવીને ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરી ચાર આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ: બાંગ્લાદેશથી ગેરકાયદેસર ઇન્જેક્શન લાવી ઊંચા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ

મળતી માહિતી પ્રમાણે પાર્થ ગોયાણી નામનો આરોપી કેટલાય સમયથી બાંગ્લાદેશના શબ્બીર અહમદને ઓળખે છે અને તેની સાથે દવાનો ધંધો કરે છે, હાલમાં કોરોના વાઇરસની મહામારીમાં રેમડેસિવીર દવાની ખૂબ જ માગ હોવાથી પાર્થે શબ્બીરને આ અંગે વાત કરી હતી અને શબ્બીરે દવાનો જથ્થો પૂરો પાડી આપવાની વાત કરી હતી. જોકે પાર્થ પાસે દવા ઈમ્પોર્ટ કરવા માટેનું લાયસન્સ ન હોવાથી તેણે ગેરકાયદેસર રીતે 209 ઇન્જેક્શન મંગાવ્યા હતા અને ઇન્જેક્શન લેવા માટે સંદીપ માથુકિયા નામનો વ્યક્તિ ગયો હતો.

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે 5000માં તેઓ ઇન્જેક્શન ખરીદતા હતા અને 15 હજારથી વધુ કિંમતમાં ઇન્જેક્શન વેચતા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે, ઉપરાત ઇન્જેક્શન પણ ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યા છે કે અસલી છે કે નકલી અને જરૂર પડશે તો અન્ય એજન્સીઓની મદદ પણ લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details