ગુજરાત

gujarat

ETV Bharat / city

વસ્ત્રાપુર રાયોટિંગ કેસઃ હાઇકોર્ટે હાર્દિક પટેલના આગોતરા જામીન ફગાવ્યાં

કોંગી નેતા હાર્દિક પટેલની આગોતરા જામીન અરજી હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. હાર્દિક પટેલ બાહેંધરી પછી પણ શરતોનું પાલન ન કરતો હોવાથી હાઈકોર્ટે આગોતરા જામીન ફગાવ્યાં છે.

ુપુ
પુ

By

Published : Feb 17, 2020, 2:42 PM IST

અમદાવાદઃ નસીકપુર પોલીસ દ્વારા અન્ય કેસમાં કરેલી ધરપકડ બાદ વસ્ત્રાપુર પોલીસ હાર્દિક પટેલની વર્ષ 2015 GMDC ગ્રાઉન્ડ કેસમાં ધરપકડ કરશે, તેવી શક્યતાને પગલે હાર્દિક તરફે હાઈકોર્ટમાં દાખલ કરેલી આગોતરા જામીન અરજી સોમવારે જસ્ટિસ વી.એમ. પંચોલીએ ફગાવી દીધી છે. હાર્દિક બાહેંધરી પછી પણ શરતોનું ઉલ્લંઘન કરતો હોવાથી હાઈકોર્ટે આગોતરા જામીન ફગાવ્યાં છે.

હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે, દેશના ઉચ્ચ હોદ્દા પર બેસનાર લોકો વિશે હાર્દિક ટિપ્પણી કરતો હોવાથી તેને જામીન ન આપવામાં આવે. કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો કે, ગત પાંચ વર્ષમાં હાર્દિક પટેલ વિરૂદ્ધ કેમ કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેના જવાબમાં રાજ્ય સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, હાર્દિક તેના બંને એડ્રેસ પર મળી આવતો નથી અને એટલા માટે જ પાછલા પાંચ વર્ષથી તે પોલીસની પહોંચની બહાર છે.

હાઇકોર્ટે હાર્દિક પટેલના આગોતરા જામીન ફગાવ્યા

આ મુદ્દે હાર્દિક પટેલના વકીલ રફીક લોખંડવાલાએ રજૂઆત કરી હતી કે, પાછલા પાંચ વર્ષથી હાર્દિક ઉપલબ્ધ હતો, પરંતુ પોલીસે તપાસ માટે ક્યારેય બોલાવ્યો નથી અને અચાનક પાંચ વર્ષ બાદ પોલીસ તેની ધરપકડ કરવા માંગે છે. FIRમાં IPCની કલમ-332 કે ઉશ્કેરણીજનક નિવેદનો સામેલ કરવામાં આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ પર પાટીદાર અનામત આંદોલન બાદ થયેલી હિંસાના આરોપસર રાજદ્રોહનો કેસ લાદવામાં આવ્યો હતો. જેની ટ્રાયલમાં હાર્દિક ગેરહાજર રહેતા. તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ કાઢવામાં આવ્યું હતું. હાર્દિકની ધરપકડ બાદ તમને કોર્ટે જામીન આપ્યા હતા. હાર્દિક જેલમાંથી બહાર આવે ત્યાં અન્ય એક કેસમાં સિદ્ધપુર પોલીસ દ્વારા હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાં પણ સ્થાનિક કોર્ટે હાર્દિકના જામીન મંજૂર કર્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details