અમદાવાદકોર્પોરેશન દ્વારા પ્રવાસીઓ સારી રીતે હેરિટેજ સ્થળોની મુલાકાત કરી શકે તે હેતુથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા AHA એટલે કે Ahmedabad Heritage App નામની એપ્લિકેશન ( Ahmedabad Heritage City Application )બનાવવામાં આવી છે. જેની મદદથી અમદાવાદશહેરની વિવિધ હેરિટેજ મુલાકાત (Ahmedabad Tourism Places) પણ કરી શકાશે અને તેની વિશે માહિતી (Mobile App for Heritage Sites in Ahmedabad ) પણ મેળવી શકાશે.
અમદાવાદમાં હેરિટેજ પ્રવાસન વધારશે આ એપ અમદાવાદ શહેર ગુજરાતનું આર્થિક પાટનગર અને દેશનું પ્રથમ હેરિટેજ છે. માત્ર દેશના જ નહીં પરંતુ વિશ્વના પ્રવાસી અમદાવાદ શહેરની મુલાકાત આવી રહ્યા છે. અમદાવાદ હેરિટેજ સ્થળને ઇતિહાસ વિશે મુલાકાતી સરળતાથી સમજી શકે તે હેતુથી શહેરમાં ફરવા માટેની અદભૂત એપ અમદાવાદ હેરિટેજ સિટી એપ્લિકેશનનું ( Ahmedabad Heritage City Application ) નિર્માણ કરવામાં આવ્યું છે. જે ગુજરાતી સહિત અન્ય 4 ભાષામાં તેમાં ઓડિયો મુકવામાં આવ્યો છે.
ઐતિહાસિક સ્થળોની સચોટ માહિતી અમદાવાદ હેરિટેજ એપ્લિકેશન ( Ahmedabad Heritage City Application ) દ્વારા હેરિટેજ સ્થળોની સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેમાં ઐતિહાસિક સ્થળ વિશે સચોટ માહિતી ફોટોગ્રાફ્સ વિહંગાવલોકન સાથે વિડીયો 360 ડીગ્રી વર્ચ્યુલ વિઝિટ તેમજ ઓડિયો કન્ટેન્ટ આવરી લેવામાં આવ્યું છે. નવીનતમ ટેકનોલોજી ધરાવતા મ્યુઝિયમ આવા ઓડિયો માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ રાખવામાં આવ્યો નથી.