ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના ઇફેક્ટઃ અમદાવાદમાં હાથશાળના કાપડના વેચાણમાં 50 ટકાનો ઘટાડો

કોરોના વાઇરસને કારણે પહેલા લોકડાઉનને લઇ સમગ્ર ભારતમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેની સૌથી વધુ અસર કારીગરોના રોજગાર પડી છે. તેમાં પણ નાની આવક ધરાવતા કારીગરોને વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

handloom
અમદાવાદ

By

Published : Aug 27, 2020, 5:26 PM IST

  • લોકડાઉન બાદ ખાદીના કાપડના વેચાણમાં 50 ટકાનો ઘટાડો
  • ગુજરાતમાં ખાદી સાથે 1.5 લાખથી વધુ ઉત્પાદકો સંકળાયેલા છે
  • ખાદીને હાથશાળથી કપડું વણીને આપનારા અંદાજે 22 હજાર કારીગરો છે

અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં ખાદી સાથે સંકળાયેલા 1.5 લાખથી વધુ ઉત્પાદકો છે. જ્યારે ખાદીને હાથશાળથી કપડું વણીને આપનારા અંદાજે 22 હજાર જેટલા કારીગરો છે. ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગરમાં લીમડી અને વઢવાણ, દક્ષિણ ગુજરાતમાં નવસારી, ઉત્તર ગુજરાતમાં વિસનગર, કચ્છ અને ભુજમાં આ કારીગરો પોતાના ઘરે ચરખો, હાથ કરઘો અને હાથશાળ પર વણાટ કરીને કાપડ બનાવે છે. આ કાપડ તે હેન્ડલુમ હાઉસ તેમજ ખાદીને તે કાપડ આપે છે.

આ કપડા આમ તો વિવિધ પ્રકારના હોય છે, પરંતુ મુખ્યત્વે કોટન અને રેશમની માંગ વધુ હોય છે.મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર તરીકે નીતિન ગડકરી કાર્યરત છે. જ્યારે ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના ચેરમેન તરીકે વિનય કુમાર સક્સેના છે.

એવું કહેવાય છે કે, જો ભારતના 130 કરોડ લોકો હાથથી વણેલા કપડાં પહેરવાનું શરૂ કરી દે, તો તેને લઈને સીધી જ રીતે 1.5 કરોડ લોકોને રોજગારી મળે, હાથથી બનેલા કપડા ખૂબ જ ઉત્તમ હોય છે. તેથી જ કેટલાક લોકોની પસંદ હાથ કારીગરીના કપડા હોય છે. પછી ભલે ગમે તેટલા મોંઘા કેમ ન હોય.

અમદાવાદ હાથશાળના કપડાના વેચાણમાં 50 ટકાનો ઘટાડો

આ કપડા મોટાભાગે સુતરના બનેલા હોવાથી સરળતાથી પરસેવાને શોષી લે છે. તો બીજી તરફ ઓર્ગેનિક રંગોથી રંગાયેલા હોવાથી ત્વચા માટે પણ ફાયદાકારક રહે છે. ગુજરાતમાં પાટણના પટોળા, કચ્છનું આભલા અને જરી વર્ક, જામનગરની બાંધણી વગેરે હાથની કારીગરી જોડાયેલા છે. એમ પણ ગુજરાતમાં કાપડ સુંદર ભાત પાડવાની પ્રક્રિયા વર્ષો જૂની પરંપરા છે. જે ઘરેલુ મહિલાઓને આવક રળી આપે છે.

જો કે, લોકડાઉન બાદ આ કપડાના વેચાણમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો હાથવણાટને ઉત્તેજન આપતી સંસ્થાઓએ આ કારીગરોને રો મટિરિયલ્સ મળી રહે અને ઘરે બેઠા તેઓ કાર્ય કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાના પ્રયત્નો કર્યા છે.

ગુજરાતની કલા પ્રેમી જનતાને હાથશાળને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ મેળાઓનું આયોજન કરતી રહે છે. જેને લઇને સરકાર દ્વારા પણ તેમણે સાધન સહાય પૂરી પાડવામાં આવે છે. આ ક્ષેત્રો માટે તેમને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે. ચરખાની સાથે-સાથે હવે કાપડના ઉત્પાદનમાં અને તેને રંગવામાં તેની ઉપર જુદી-જુદી ભાત પાડવામાં પણ આધુનિકીકરણ પ્રવેશી રહ્યું છે. જેમ કે મહારાષ્ટ્રમાં ગુજરાત સાથે સંકળાયેલા વણઝારા કાર્યકરોને સુંદર ડિઝાઇન પાડવા માટે 'સ્ફૂર્તિ' યોજના અંતર્ગત ઓટોમેટિક મશીન આપવામાં આવ્યા છે.

જેમાં 250 લોકોએ લાભ લીધો છે, જેમાં 200 મહિલાઓ છે.આ યોજનાથી 25 હજાર લોકોને લાભ થશે. ગ્રામ ઉદ્યોગ દ્વારા 2018-19માં 58,130 કરોડ રૂપિયાનું ઉત્પાદન કરવામાં આવ્યું. જેમાં 74,292 રૂપિયાનું વેચાણ કરવામાં આવ્યું હતું. તેમાંથી 1.7 કરોડ લોકોને રોજગારી ઉપલબ્ધ થઈ છે. તેના માટે સરકાર દ્વારા વિવિધ સ્કીમો પણ ચલાવવામાં આવી રહી છે. હાથ ઉત્પાદનની વસ્તુઓમાં હવે વૈશ્વીકિકરણને જોતા સોલાર કાપડ ઉત્પાદન દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટને સુધારવાની નવી વાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કાપડના વણાટ સાથે આમ તો ગુજરાતમાં વણકર જાતિ સંકળાયેલી છે, પરંતુ કચ્છમાં વણઝારા અને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. જે તેમને આવક પૂરી પાડે છે. તો વધારામાં આ કાર્ય મહિલા સશક્તિકરણ માટે પણ જરૂરી છે. ખાદી અને ગ્રામઉધોગ કમિશન દ્વારા 2273 સર્ટિફાઇડ ખાદી સંસાથોને 23,322 ચરખાઓ, 3901 લૂમ્સ આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત આ લોકોને વધુ રોજગારી મળી શકે તે માટે છુટી છવાઈ ઝૂંપડપટ્ટીઓમાં ચર્મકારીની કારીગરી દ્વારા પગરખાં બનાવવા કોટેજ ઇન્ડસ્ટ્રી માટે પણ સાધન સહાય પૂરી પાડવામાં આવે છે. જો કે હવે તો મોટા શહેરોમાં 'એક્ઝિબિશન' કરીને લોકો પ્રદર્શન અને વેચાણ કરતા થયા છે. જેમાંથી તેઓ સારી આવક મેંળવી રહ્યા છે. લોકો આ હાથબનાવટની વસ્તુઓ જેમાં લાકડાની વસ્તુઓ, ઘર સુશોભન વસ્તુઓ, અગરબત્તીઓ વગેરેનો સમાવેશ થાય છે તે તરફ લોકો આકર્ષાયા છે.

રોજગાર યુક્ત ગામ સ્કીમ અંતર્ગત 50 ગામડાઓમાં 10,000 ચરખા, 2000 લૂમ્સ, 100 રેપિંગ મશીનનું વિતરણ કરાયું છે. જે 18,265 કારીગરોને મદદરૂપ થશે.વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ અંતર્ગત રીસાઈકલ થયેલા પ્લાસ્ટિક વેસ્ટને કોટન સાથે મેળવીને વધુ વજન સહન કરી શકતી બેગ પણ વિકસાવવામાં આવી છે. જેમાંથી સરકારી કાગળો સાચવવા ફાઈલો પણ બનશે. જે સરકારી ખાતાઓમાં ઉપયોગમાં આવી શકે તેમ છે.

આમ સરકાર દ્વારા સતત ખાદી અને સાથે સંકળાયેલા લોકોને અલગ-અલગ રીતે રોજગારી પૂરી પાડવાના પ્રયત્નો થતા રહે છે, પરંતુ અત્યારે તેઓ સંપૂર્ણ રીતે સરકાર પર આધારિત છે. ખાસ કરીને નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં હાથથી બનેલા કપડાને માંગ વધુ રહેતા આગામી સમયમાં વેચાણને પડવાની સંભાવનાઓ રહેલી છે.

ABOUT THE AUTHOR

...view details