યુનિવર્સીટી દ્વારા બે રાઉન્ડ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કર્યા બાદ ખાલી બેઠકો કોલેજને ભરવા આપી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. જે તે કોલેજો દ્વારા EWSની 900થી વધુ બેઠકો કાપી લેવામાં આવી હતી. જેનો વિરોધ ABVP દ્વારા કરવામાં આવતા ફરી 4 સભ્યોની કમિટી રચવામાં આવી હતી અને ત્રીજો રાઉન્ડ ઓનલાઈન કરવાની જાહેરાઈ કરાઈ હતી.
ABVPના આંદોલન બાદ કોમર્સ સહિત પાંચ કોર્સમાં ત્રીજો રાઉન્ડ ઓનલાઈન કરાયો - EWS Admissions
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં B.com સહિત પાંચ કોર્સમાં બે ઓનલાઈન રાઉન્ડ કર્યા બાદ ઓફલાઇન ત્રીજા રાઉન્ડમાં EWS કેટેગરીની 900થી વધુ બેઠકો કાપી લેવાઇ હતી. જેને લઈ ABVPના આંદોલન બાદ 4 સભ્યોની કમિટી રચવામાં આવી હતી. જેમાં ત્રીજો રાઉન્ડ ઓનલાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ફાઈલ ફોટો
જેમને પ્રથમ બે રાઉન્ડમાં પ્રવેશ નથી મળ્યો તેઓ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે. સાથે સાથે જેમણે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તેમના માટે નવેસરથી પીન વિતરણ સહિતની પ્રકિયા કરાશે. ૨૯ જુલાઈ સુધીમાં ત્રીજો ઓનલાઈન રાઉન્ડ પૂર્ણ કરી દેવાનું નક્કી કરાયું છે.