ગુજરાત

gujarat

ETV Bharat / city

રખડતા ઢોરના મામલે હાઇકોર્ટે દ્વારા કોર્પોરેશનની સાથે એડવોકેટ જનરલને પણ ટકોર કરાઈ - Commissioner of Urban Development

અમદાવાદની ગુજરાત હાઇકોર્ટમાં (Ahmedabad Gujarat High Court) રખડતા ઢોરનો મુદ્દે (Stray cattle Issue) વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જે દરમિયાન હાઇકોર્ટના આદેશ પ્રમાણે DGP, અમદાવાદ પોલીસ કમિશનર, ટ્રાફિક જેસીપી સહિત અધિકારીઓ હાઇકોર્ટમાં હાજર રહ્યા હતા. સુનાવણીના શરૂઆતમાં જ ન્યાયાધીશએ સરકારી વકીલને ન્યુઝ પેપર આપ્યું હતું. અર્બન ડેવલપમેન્ટ સેક્રેટરીને કડક પગલાં લેવા હાઇકોર્ટે સૂચન કર્યું હતું. આ સાથે હાઇકોર્ટ દ્વારા 15 નવેમ્બર 2022 સુધી પેટ્રોલિંગ કરવાનું ઓર્ડર આપવામાં આવ્યો છે.

રખડતા ઢોરના મામલે હાઇકોર્ટે દ્વારા પેટ્રોલિંગ કરવાનું ઓર્ડર, કોર્પોરેશનની સાથે એડવોકેટ જનરલને પણ ટકોર કરાઈ
રખડતા ઢોરના મામલે હાઇકોર્ટે દ્વારા પેટ્રોલિંગ કરવાનું ઓર્ડર, કોર્પોરેશનની સાથે એડવોકેટ જનરલને પણ ટકોર કરાઈ

By

Published : Oct 18, 2022, 9:54 PM IST

અમદાવાદરખડતા ઢોરનો મુદ્દો (Stray cattle Issue ) વધુને વધુ વકરતો જઈ રહ્યો છે, ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટમાં (Ahmedabad Gujarat High Court)રખડતા ઢોરને લઈને વધુ સુનાવણી હાથ (Hearing on stray cattle in Gujarat High Court) ધરાઈ હતી. જેમાં હાઇકોર્ટના આદેશ પ્રમાણે કોર્ટમાં DGP આશિષ ભાટિયા, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડા સહિત અધિકારીઓ હાઇકોર્ટમાં સુનામી દરમિયાન હાજર રહ્યા હતા.

. હાઇકોર્ટ દ્વારા 15 નવેમ્બર સુધી પેટ્રોલિંગ કરવાનું ઓર્ડર આપવામાં આવ્યો છે.

સમાચાર પત્ર પણ સરકારી વકીલને બતાવ્યુંહાઇકોર્ટમાં ચાલેલી સુનાવણીમાં શરૂઆતમાં જ મુખ્ય ન્યાયાધીશએ સરકારી વકીલને ન્યુઝ પેપર આપ્યું હતું. રખડતા મુખ્ય ન્યાયાધીશ ફોટો સાથે પ્રસિદ્ધ થયેલા સમાચાર પત્ર પણ સરકારી વકીલને બતાવ્યું હતું. આ સાથે જ મીડિયા દ્વારા જે પણ રખડતા ઢોરને લઈને કામગીરી દેખાડવામાં આવી રહી છે. તેના પણ ઉદાહરણ ચીફ જસ્ટિસે આપ્યા હતા.

કડક પગલાં લેવા હાઇકોર્ટે સૂચનહાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે સરકાર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે. તે માત્ર કાગળ અને કહેવા પૂરતું જ છે. હકીકતમાં કોઈ કામ દેખાઈ નથી રહ્યું. જોકે આ મામલા સંબંધિત તમામ વિભાગ મહેનતથી કામ કરતા હોવાની સરકાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. અર્બન ડેવલપમેન્ટ સેક્રેટરી મુકેશકુમારને પણ કડક પગલાં લેવા હાઇકોર્ટે સૂચન કર્યું હતું.

એડવોકેટ જનરલને પણ ટકોરઆ સમગ્ર મામલે, એડવોકેટ નિલય પટેલે જણાવ્યું હતું કે, હાઇકોર્ટના અગાઉ નિર્દેશ મુજબ પોલીસ કમિશનર અને અર્બન ડેવલોપમેન્ટના કમિશનર (Commissioner of Urban Development) હાજર રહ્યા હતા. હાઇકોર્ટ દ્વારા 15 નવેમ્બર 2022 સુધી પેટ્રોલિંગ કરવાનું ઓર્ડર આપવામાં આવ્યો છે. આ સાથે જ નરોડામાં મૃત્યુ પામેલા પરિવારને કોર્પોરેશન બે લાખના બદલે પાંચ લાખનું વળતર આપશે. એવું પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે જ કોર્ટ દ્વારા કોર્પોરેશનની ટકોર કરવામાં આવી છે કે, કામગીરી કરવામાં આવે છે. તે દેખાય તે રીતે કરો અને એડવોકેટ જનરલને પણ ટકોર કરવામાં આવી છે કે દરેક વિભાગો પાસે સંકલન કરીને યોગ્ય કામગીરી કરાવવામાં આવે. આ મામલે વધુ સુનાવણી 15 નવેમ્બર 2022ના રોજ હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details