અમદાવાદઃ કોરોના વાઇરસનો કહેર વધી રહ્યો છે તો સાથે જ ગરમીમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાં આવેલા કાંકરિયા ઝૂના પ્રાણી સંગ્રહલાયમાં પણ કોરોનાથી અને ગરમીથી બચવા માટે પ્રાણીઓ તથા પક્ષીઓ માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદઃ કોરોના અને ગરમી વચ્ચે જાણો કેવી રીતે રાખવામાં આવી રહ્યાં છે કાંકરિયા ઝૂના પ્રાણીઓને - Animal collection
કોરોના વાઇરસનો કહેર વધી રહ્યો છે તો સાથે જ ગરમીમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં કાંકરિયા ઝૂના પ્રાણી સંગ્રહલાયમાં પણ કોરોનાથી અને ગરમીથી બચવા માટે પ્રાણીઓ તથા પક્ષીઓ માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઝૂમાં પ્રાણીઓને કોરોનાનો ચેપ ના લાગે માટે 20 માર્ચથી જ ઝૂ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે તે બાદ કોરોનાના કેસોમાં સતત વધારો થયો હતો જેને પગલે ઝૂમા સાવચેતીના પગલાં રૂપે પ્રાણીઓના પાંજરા તથા સમગ્ર ઝૂને દિવસમાં અનેક વાર સેનિટાઈઝ કરવામાં આવે છે તેમને ખોરાક આપનારા વ્યક્તિ પણ હાથ ધોઈ મોજા પહેરીયા બાદ જ ખોરાક આપે છે. બીજી તરફ ગરમી પણ ધરખમ વધારા સાથે 45 ડિગ્રીએ પહોંચી છે ત્યારે પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દરેક પાંજરા પાસે કુલર મુકવામાં આવ્યા છે. પાંજરાની આસપાસ ગ્રીન નેટ મુકવામાં આવી છે, જેથી તાપમાનમાં ઘટાડો થાય. પ્રાણીઓ પર અને પાંજરાની અંદર સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પીવાના પાણીમાં પણ ગ્લુકોઝ નાખવામાં આવી રહ્યો છે જેથી ગરમીમાં રાહત મળી શકે. હમણાં સુધી કોઈ પણ પ્રાણી કે પક્ષીમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી છતાં તેમનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને પ્રાણીઓ કોરોના અને ગરમીથી બચી શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.