અમદાવાદ: 2020માં કેવી રહી ACBની કામગીરી જાણો - એસીબી
વર્ષ 2020 વીતી ચૂક્યું છે અને 2021ને આંગણે આપણે કદમ માંડી ચૂક્યાં છીએ. વર્ષ બદલાય ત્યારે ગત વર્ષના લેખાંજોખાં લઇ વ્યક્તિ હોય કે સમાજ અને સંસ્થાઓ સરવૈયાં માંડે છે કે શું મળ્યું, કેટલું કર્યું અને કેવું રહ્યું. હાલના સમયમાં અમદાવાદ પોલિસની એસીબી શાખાની વાત કરીએ તો 2020ના વર્ષમાં એસીબીની કામગીરી પર ઈટીવી ભારતની ટીમે એક દ્રષ્ટિપાત કર્યો હતો જેમાં નક્કર વિગતો સામે આવી છે.
2020માં 27 સરકારી વિભાગના 198 કેસ કરી 307 આરોપીની ધરપકડ કરી છે
2020 દરમિયાન ACBની કામગીરી
2020નું વર્ષ કોરોના લઈને આવ્યું.પણ કોરોના સમયમાં અધિકારીઓ લોકોના કામ કરવાના બદલે લાંચ લેતા પકડાયાં છે. ACBએ 2020ના વર્ષમાં 198 સરકારી બાબુઓ સામે કેસ કરીને 307 આરોપીની ધરપકડ કરી છે.
આ તમામ સરકારી બાબુઓ પ્રજાના કામ કરવાના બદલામાં લાંચ લેતા પકડાયાં અને તેમાં પણ વર્ગ 3ના અધિકારીનું પ્રમાણ વધુ જોવા મળ્યું.
લાંચ સાથે બિનહિસાબી મિલકત પણ કબજે કરાઈ
જે સરકારી નોકરીનો ઉદેશ લોકોના કામ કરવાનો હોવો જોઈએ, પણ લાંચિયા સરકારી બાબુઓ સરકારી નોકરીનો ઉપયોગ મિલકત વસાવવા કરી રહ્યાં છે. ACBએ છેલ્લા 5 વર્ષમાં 2020માં સૌથી વધુ 38 કેસ કરી 501112824 રૂપિયાની અપ્રમાણસાર મિલકત ઝડપી છે. 5 વર્ષના સરકારી અધિકારીઓ પાસેથી વર્ષવાર મળી આવેલ અપ્રમાણસાર મિલકતના આંકડા પર નજર કરીયે તો...
5 વર્ષમાં કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત સરકારી બાબુઓ પાસેથી ઝડપાઈ છે. જેમાં 2015માં 8 ,2016 માં 21 ,2017માં 8 ,2018માં 12 ,2019માં 18 2020માં 38 સરકારી અધિકારીઓની અપ્રમાણસર મિલકત મળી આવી છે.
સજાની જોગવાઇમાં પણ વધારો
એ સી બી દ્વારા કરવામાં આવેલ કેસોમાં 2020માં સૌથી વધુ આરોપીઓને સજા થઇ છે. 2020માં 40 ટકા, 2019માં 39 ટકા, 2018માં 34 ટકા, 2017માં 29 ટકા, 2015માં 23 ટકા આરોપીને સજા થઇ છે અને આ સરકારી બાબુઓ તેમણેે આચરેલા ભ્રષ્ટાચારના કારણે જેલહવાલે થયાં છે.