- બનાવટી આધારકાર્ડ અને આવક ના દાખલા બનાવતી ગેંગ
- સરકારી અનાજની દુકાનમાં ચાલતો હતો ગોરખધંધો
- આરોપી પાસેથી પૂર્વ કોર્પોરેટરોના સહી કરેલા લેટરપેડ પણ મળી આવ્યા
અમદાવાદ: શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી પટેલ મિલ પાસે સરકારી અનાજની દુકાનમાં બનાવટી આધાર કાર્ડનો પર્દાફાશ થયો છે. પોલીસે વસીમભાઈ મનસૂરી, ઇબ્રાહિમ મનસૂરી ધરપકડ કરી છે. બંને આરોપીઓ તેમની સાથે 17 વર્ષના સગીરને રાખી બનાવટી આધાર કાર્ડ અને આવકના દાખલા બનાવતા હતા. જે અંગે ડીસીપી ઝોન પાંચ સ્ક્વોડ ને બાતમી મળતા દુકાન પર રેડ કરવામાં આવી. અને આરોપીને 500 રૂપિયાથી લઈ હજાર રૂપિયામાં આધાર કાર્ડ બનાવતા ઝડપી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : વડોદરા: યુવાન સાથે ઓનલાઈન ખરીદીમાં થઈ છેતરપીંડી