ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં વિદેશી નાગરિકોને લોનનું કહી ઠગતું કોલ સેન્ટર ઝડપાયું - loans to foreign nationals

અમદાવાદ શહેરમાંથી વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરતું વધુ એક કોલ સેન્ટર ઝડપાયુ છે. જેમાં જુહાપુરા વિસ્તારમાં ઘરમાં બેસીને અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચ આપી અલગ અલગ બહાના હેઠળ પૈસા પડાવતા બે શખ્સોની સાયબર ક્રાઇમએ ધરપકડ કરી છે. Ahmedabad fake call center

વિદેશી નાગરિકોને લોનનું કહી ઠગતું કોલ સેન્ટર
વિદેશી નાગરિકોને લોનનું કહી ઠગતું કોલ સેન્ટર

By

Published : Sep 15, 2022, 8:59 PM IST

અમદાવાદ: સાયબર ક્રાઇમની ગિરફતમાં પકડાયેલા બંને આરોપીઓ જુહાપુરા વિસ્તારના જ રહેવાસી હોય જેમાંથી સમીર મોગલ પોતાના ઘરમાં રહીને ગેરકાયદેસર કોલ સેન્ટર શરૂ કરી અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી લેતો હતો. બોદમાં અમેરિકન નાગરિકોને ફોન કરીને પોતે અમેરિકાની વન મેઇન ફાઇનાન્સ નામની લોન આપનારી કંપનીના (loans to foreign nationals ) કર્મી તરીકેની ઓળખ આપી લોન આપવાનું જણાવી પૈસા પડાવતો હતો.

ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું:આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમએ દરોડા પાડીને ઘરમાં ચાલતું ગેરકાયદેસર કોલ સેન્ટર (Ahmedabad fake call center) ઝડપી પાડ્યું હતું. આરોપીઓ પાસેથી 2 મોબાઇલ ફોન કબ્જે કરાયા છે. પકડાયેલા આરોપીઓ અમેરિકન નાગરિકોને ફોન કરીને લોન આપવાની લાલચ આપી વેરિફિકેશન ફી, લોન એગ્રીમેન્ટ ફીના નામે ડોલર પડાવતા હોવાનું સામે આવ્યું છે.

તમારા ખાતામાં લોનના પૈસા :આરોપીઓ અમેરિકન નાગરિકોને લોન આપવાનું કહીને ફસાવી તમારા ખાતામાં લોનના પૈસા ડિપોઝિટ કરાવવાની કોશિશ કરી રહ્યા છીએ પરંતુ, ક્રેડિટ સ્કોર ઓછો હોવાથી સક્સેસફૂલ થતું નથી. જેના માટે તમારે અમારી કંપની વચ્ચે મ્યુચ્યુઅલ ટ્રાન્જેક્શન કરવાનું રહેશે, જેનાથી તમારો સ્કોર 700 પોઇન્ટ વધી જશે અને લોનના પૈસા તમને આપવામાં આવશે. તેવું જણાવીને અલગ અલગ માધ્યમથી અમેરિકન ડોલર મેળવી લેતા હતા.

ગુનામાં કોણ કોણ શામેલ: અમદાવાદ સાયબર ક્રાઇમએ બંને આરોપીઓને ઝડપીને તપાસ કરતા પકડાયેલા આરોપીઓમાંથી જહીર શેખ અગાઉ પણ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ખાતે એક ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે, ત્યારે પકડાયેલા આરોપીઓ સિવાય આ ગુનામાં કોણ કોણ શામેલ છે અને અત્યાર સુધીમાં કેટલા અમેરિકન નાગરિકો સાથે આરોપીઓએ કેટલા રૂપિયાની ઠગાઈ કરી છે, તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details