ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: લોકડાઉન નહીં હોવા છતાં બજારમાં લોકડાઉન જેવો માહોલ

અમદાવાદમાં દિવાળી તહેવારના દિવસોમાં કોરોનાનો આંકડો ફરીવાર વધીને આવી રહ્યો છે ત્યારે સમગ્ર શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગઈકાલે વીતેલાં 24 કલાકમાં અમદાવાદમાં રાજ્યભરમાં સૌથી વધુ 258 કોરોના કેસ નવા નોંધાયાં છે. દીવાળીના દિવસોમાં લોકો એકબીજાને ઘેર મળવા જવાનું પણ આ વખતે ટાળી રહ્યાં છે તેમ છતાં કોરોના વિસ્ફોટનો ભય વ્યાપક બન્યો છે. તંત્ર પણ સાબદું છે. જોકે લોકડાઉન ન હોવા છતાં પણ શહેરમાં આજે સ્વયંભૂ લોકડાઉન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ શું લોકડાઉન ભણી? ન હોવા છતાં બજારમાં લોકડાઉન જેવો માહોલ
અમદાવાદ શું લોકડાઉન ભણી? ન હોવા છતાં બજારમાં લોકડાઉન જેવો માહોલ

By

Published : Nov 18, 2020, 4:39 PM IST

  • શહેરના બજારોમાં લોકડાઉન જેવો માહોલ
  • તહેવારની રજાઓને લઈને બજારો સૂમસામ
  • આવતીકાલે ફરીથી શરૂ થશે બજાર
  • શા માટે શહેરના બજારોમાં લોકડાઉન જેવો માહોલ?

અમદાવાદઃ દિવાળી પર્વને લઈને જે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળતી હતી. તે ભીડ હવે તહેવારના કારણે સંપૂર્ણ લુપ્ત જ થઈ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આવતીકાલથી ફરીથી શહેરમાં બજારો શરૂ થશે. દિવાળીના પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે, તહેવાર અગાઉ બજારમાં પગ મુકવાની પણ જગ્યા નહોતી તે બજારો હવે સાવ સૂમસાન બન્યાં છે. દિવાળીથી લઈને લાભ પાંચમ સુધી તમામ જગ્યાઓ પર દુકાન, શોપિંગ કોમ્પ્લેક્સીસ વગેરે બંધ રાખવામાં આવે છે જેને કારણે બજારો સાવ સૂનાં બન્યાં છે.જે બજારોમાં પગ મુકવાની જગ્યા નહોતી તે જગ્યાએ હવે ચકલું પણ ફરકતું નથી.

લોકડાઉન નહીં હોવા છતાં બજારમાં લોકડાઉન જેવો માહોલ
  • લાભ પાંચમથી ફરીથી બજાર શરૂ થશે

એકદમ સુસ્ત અને સૂનાં બનેલાં બજારો હવે લાભ પાંચમ આવતાં ફરીથી શરૂ થશે અને સાતમ આઠમ પછી બજાર અગાઉની જેમ ફરી ધમધમશે. 5 દિવસ બાદ ફરી બજાર શરૂ થતાં બજારમાં ફરીથી વ્યવહાર શરૂ થતાં બંધ પડેલી વાણિજ્ય સાયકલ ફરીથી શરૂ થશે. કોરોનાના કેસ પણ વધતા હવે ફરીથી બજાર શરૂ થશે ત્યારે તમામ લોકોએ ખૂબ જ કાળજી રાખવી પડશે. સંક્રમણ ફેલાય નહીં તે તમામ તકેદારી હવે રાખવી પડશે.

ABOUT THE AUTHOR

...view details