ગુજરાતની વિવિધ કોલેજોના અંદાજે ૧૭૧ ટીમ વિવિધ કેટેગરીમાં ફાઈનલ રાઉન્ડ માટે પસંદગી પામેલ અને તેના અંતર્ગત સાલ ઇજનેરી કેમ્પસના કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગના પ્રોફેસર કૌશલ જાની અને તેમની ટીમની “સ્માર્ટ IO” ટીમને સ્મોલ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સતત ત્રીજીવાર વિજેતા બનીને “હેટ્રિક” સ્થાપિત કરેલ છે. આ અગાઉ આ ટીમે બે નેશનલ હેકાથોનમાં પણ વિજેતા થયેલ છે. આ ટીમને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે રૂપીયા ૫૦ હજારનો ચેક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે.
એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓએ સતત ત્રીજી વખત હેકાથોન જીતીને “હેટ્રિક” કર્યો વિક્રમ સ્થાપિત - Engineering collage
અમદાવાદઃ ગુજરાત શિક્ષણ બોર્ડ, SSIP, GKS દ્વારા Entrepreneurship Development Institute of India ખાતે યોજાયેલ નેશનલ કોન્ફરન્સ દરમિયાન “ગુજરાત ઇન્ડસ્ટ્રરીઅલ હેકાથોન 2019 ”નો વિજેતા ઇનામ વિતરણ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું હતુ. જેમા સતત ૩૬ કલાક કોડીંગ કરીને આપેલા સમસ્યાનો આદર્શ ઉકેલ આપવાનો હતો.
આ ટીમ દ્વારા ગાંધીનગર અને અન્ય સ્માર્ટ સીટી માટે માનવ રહિત Autonomous Parking Solutionનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ પાર્કિંગ કરવામાં મદદરૂપ થશે, સાથે સાથે ગુના કરીને ફરાર આરોપીને પકડવા માટે મદદ કરશે. સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમમાં કોમ્પુટરની આર્ટીફીશયલ ઈન્ટેલીજન્સના ઉપયોગથી માનવ રહિત કામગીરી સફળતાપૂર્વક પાર પડે છે. “ડીજીટલ પેમેન્ટ”નો ઉપયોગ કરીને સમયની બચતનો એક નવો અભિગમ દર્શાવ્યો છે. સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને નાગરીકો પોતાના મોબાઇલ વડે પોતાની પાર્કિંગ જગ્યાનું પ્રી- બુકિંગ કરાવી શકે છે, આ પ્રોજેક્ટની મદદથી 80% વીજળીની પણ બચત શક્ય છે. આ પ્રોજેક્ટ ના ઉપયોગ થી ઓછી જગ્યામાં વધુ વાહન પાર્ક કરી શકાશે સાથે સમય અને ઇંધણ એમ બેની પણ બચત થશે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટનો ઉપયોગ સ્માર્ટ સીટીની પોલીસી બનાવામાં પણ ઉપયોગ થશે.