ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: નવરાત્રિના 3 દિવસ દરમિયાન પોલીસને ગરબાના 27થી વધુ ફેક કોલ મળ્યાં - નવરાત્રિ 2020

કોરોનાની મહામારીને લઈને આ વર્ષે નવરાત્રીમાં ગરબા યોજવા માટેની પરવાનગી આપવામાં આવી નથી, ત્યારે પોલીસ તરફથી કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રિમાં ગરબા ન યોજવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ત્યારે નવરાત્રિના પ્રથમ 3 દિવસ દરમિયાન પોલીસને 27 જેટલા કોલ મળ્યાં છે.

અમદાવાદ: નવરાત્રીના 3 દિવસ દરમિયાન પોલીસને ગરબાના 27થી વધુ ફેક કોલ મળ્યાં
અમદાવાદ: નવરાત્રીના 3 દિવસ દરમિયાન પોલીસને ગરબાના 27થી વધુ ફેક કોલ મળ્યાં

By

Published : Oct 20, 2020, 3:02 PM IST

  • પોલીસને મળ્યાં ગરબા ચાલી રહ્યાં હોવાના ફેેક કોલ
  • 3 દિવસમાં 27 કોલ મળ્યાં
  • 3 દિવસમાં જાહેરનામા ભંગનો એક પણ ગુનો નહીં

    અમદાવાદ: અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રિનું આયોજન સાદગીપૂર્ણ રીતે થાય તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને પોલીસ કમિશનરના જાહેરનામાનું પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે નવરાત્રિના 3 દિવસ દરમિયાન અમદાવાદ પોલીસના કંટ્રોલ રૂમને 27 જેટલા કોલ મળ્યા છે.
    ગરબા ચાલુ હોય તેવો કિસ્સો સામે આવ્યો નથી કે જાહેરનામાનો ભંગ થયાંનો કોઈ ગુનો પણ નોધાયો નથી.
  • પોલીસની સ્થળ તપાસમાં ગરબા ચાલુ હોવાનો એક પણ કિસ્સો ન મળ્યો

DCP કંટ્રોલ હર્ષદ પટેલ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કોલ ગરબા ચાલી રહ્યાં હોવાના મળતાં સ્થાનિક પોલીસ દ્વારા સ્થળ પર મુલાકાત લેવામાં આવે છે ત્યારે પોલીસને મળતાં આ કોલ ખોટા સાબિત થયાં છે. આસપાસની સોસાયટીના રહીશો કે અન્ય લોકો દ્વારા સ્પીકર કે જનરેટરના અવાજ માત્રથી પોલીસને ગરબા ચાલી રહ્યાં હોવાનો કોલ કરવામાં આવે છે. પરંતુ પોલીસ જયારે સ્થળ પર પહોચે છે ત્યારે કોઈ જ ગરબા ચાલી રહ્યાં હોતા નથી. નવરાત્રિના 3 દિવસ દરમિયાન પણ પોલીસના પેટ્રોલિંગ કે મળેલા કોલના આધારે કોઈ પણ જગ્યાએ ગરબા ચાલુ હોય તેવો કિસ્સો સામે આવ્યો નથી કે જાહેરનામાનો ભંગ થયાંનો કોઈ ગુનો પણ નોધાયો નથી.

ABOUT THE AUTHOR

...view details